માળીયા (મી)ના ખાખરેચી ગામે ફોન ઉપર થયેલ બોલાચાલીનો ખાર રાખીને મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ યુવાનને અને તેની બહેનને માર માર્યો ટંકારામાં આવેલ દયાનંદ હોસ્પિટલ પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ: બે સામે ફરિયાદ મોરબીમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીના શરતી જામીન મંજુર મોરબીમાં વીજ તંત્રની લાલીયાવાડીથી જીવલેણ અકસ્માતને ખુલ્લુ આમંત્રણ ! મોરબી નવયુગ કોલેજના NSSના વિધાર્થીએ યુવા આપદા મિત્રની તાલીમ લીધી યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી સી.આર.સી. તાલુકા શાળા નંબર-૧ માં 'પુસ્તક વાંચક સ્પર્ધા' યોજાઈ


SHARE







મોરબી સી.આર.સી. તાલુકા શાળા નંબર-૧ માં 'પુસ્તક વાંચક સ્પર્ધા' યોજાઈ

સમગ્ર શિક્ષા કચેરી, મોરબી પ્રેરિત 'વાંચન અધ્યયન ઉત્સવ' અંતર્ગત સી.આર.સી. તાલુકા શાળા નંબર-૧ ની 'પુસ્તક વાચક સ્પર્ધા' લખધીરવાસ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી આ સ્પર્ધામાં તાલુકા શાળા નંબર -૧ ની શાળાઓના શાળા કક્ષાએ ધોરણ ૬થી ૮ માં પસંદગી પામેલ કુલ ૨૪ વિદ્યાર્થીઓએ અને ધોરણ- ૯  ના એક વિદ્યાર્થી અને ધોરણ ૧૧ ના એક વિદ્યાર્થીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ 'પુસ્તક વાચક સ્પર્ધા' માં તાલુકા કક્ષાએ ભાગ લેવા માટે ધોરણ ૬માંથી તાલુકા શાળા નંબર- ૨ ની વિદ્યાર્થિની કાજી મુસ્કાન રસીદભાઈ, ધોરણ ૭ માંથી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળાના વિદ્યાર્થી સુંદરીયા શુભમ પ્રકાશભાઈ, ધોરણ ૮ માંથી લખધીરવાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ધરા તુષાર તરુણભાઈની પસંદગી કરવામાં આવી હતી.






Latest News