મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો
મોરબીના ઉંચી માંડલથી તળાવીયા (શ) જવાના રસ્તા પાસેથી પિસ્તોલ સાથે એક પકડાયો
SHARE
મોરબીના ઉંચી માંડલથી તળાવીયા (શ) જવાના રસ્તા પાસેથી પિસ્તોલ સાથે એક પકડાયો
મોરબીના ઉંચી માંડલથી તળાવીયા શનાળા તરફ જવાના રસ્ત ઉપરથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધવ્યો છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જી.જેઠવા અને સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે ઉંચી માંડલ ગામથી તળાવીયા શનાળા ગામ જવાના રસ્તે પ્રાથમિક શાળા પાસેથી પસાર થતાં શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે અજીતભાઇ શૈલેષભાઇ મકવાણા રહે. કુંભારપરા, સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને હાથ બનાવટની 10 હજારની કિંમતની પિસ્તોલ કબજે કરેલ છે અને આરોપી પાસે હથિયાર ક્યાથી આવ્યું હતું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે