માળીયા (મી)ના ખાખરેચી પાસેથી ૧૨૦ બોટલ દારૂ -૧૨૦ બીયરના ટીન ભરેલી કાર સાથે એક ઝડપાયો
માળીયા (મી) ના વવાણીયા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ૧૦,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા
SHARE









માળીયા (મી) ના વવાણીયા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ૧૦,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા
માળીયા (મી)ના વવાણીયા ગામે મોટાકોળીવાસમા ધાવડી માં ના મંદીર પાસે જાહેરમા જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦૪૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી કરી છે.
માળીયા (મી)નો પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે વવાણીયા ગામે મોટાકોળીવાસમા ધાવડી માં ના મંદીર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હતા જેથી પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા રઘુભાઇ માનશીંગભાઇ ભમ્મર જાતે કોળી (ઉ.૩૫), રાજુભાઇ મહાદેવભાઇ મકવાણા જાતે કોળી (ઉ.૨૮), મનસુખભાઇ દેવજીભાઇ રાઠોડ જાતે કોળી (ઉ.૩૦), સનાભાઇ દેવાભાઇ સોમાણી જાતે કોળી (ઉ.૪૫) અને મનીશભાઇ મગનભાઇ સાલાણી જાતે કોળી (ઉ.૨૭) રહે. બધા જ વવાણીયા વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
