માળીયા (મી)ના ખાખરેચી પાસેથી ૧૨૦ બોટલ દારૂ -૧૨૦ બીયરના ટીન ભરેલી કાર સાથે એક ઝડપાયો
SHARE









માળીયા (મી)ના ખાખરેચી પાસેથી ૧૨૦ બોટલ દારૂ -૧૨૦ બીયરના ટીન ભરેલી કાર સાથે એક ઝડપાયો
માળીયા (મી)ના ખાખરેચી ગામની રેલ્વે ફાટક પાસેથી ફન્ટી કાર પસાર થઈ રહી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી ઇંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ તથા બીયરના ૧૨૦ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૯૯૫૦૦ ના મુદામાલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસે રહેલ દારૂ તથા બીયરનો જથ્થો કયાથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.
માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના મહિપતસિંહ સોલંકી તથા જયદેવસિંહ ઝાલાને મળેલ ખાનગી બાતમી આધારે ખાખરેચી ગામની રેલ્વે ફાટક પાસે પોલીસ વોચમાં હતી ત્યારે ત્યાંથી એક ફન્ટી કાર જીજે ૩ ડીડી ૫૮૪૬ નીકળી હતી જે કારને રોકીને પોલીસે ચેક કરતાં તે કારમાંથી વિદેશીદારૂ તથા બીયરના ટીનની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું અને કારમાંથી વિદેશીદારૂની ૧૨૦ બોટલ તેમજ બીયરના ૧૨૦ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બીયર અને કાર તેમજ મોબાઈલ મળીને હાલમાં ૯૯૫૦૦ ના મુદામાલ સાથે આરોપી ઈમરાન કરીમભાઇ સંધવાણી જાતે મિયાણા (ઉ.૨૮) રહે. હાલ હળવદ હરીનગર સોસાયટી મુળ રહે. જુનાદેવળીયા મોતીનગર પ્લોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે રહેલ દારૂ તથા બીયરનો જથ્થો કયાથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.
