માળીયા (મી) ના વવાણીયા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ૧૦,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા
મોરબીમાં સર્કીટ હાઉસ પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ૫૬૦૦ ની રોકડ સાથે પકડાયા
SHARE









મોરબીમાં સર્કીટ હાઉસ પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ૫૬૦૦ ની રોકડ સાથે પકડાયા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કીટ હાઉસની બાજુમાં ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા માટે તેની પાસેથી ૫૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટકની બાજુમાં આવેલ સર્કિટ હાઉસ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળ્યા હતા જેમાં વિજયભાઈ જગદીશભાઈ ભીમાણી, રાકેશભાઈ પોપટભાઈ ફતેરા, અજયભાઈ અજયભાઈ સનુરા, વિક્રમભાઈ અરજણભાઇ રામબરીયા, મેહુલભાઈ ત્રિભુવનભાઈ સનુરા અને નિકુલભાઇ દિલીપભાઈ ભીમાણીનો સમાવેશ થાય છે અને આ શખ્સો પાસેથી પોલીસ દ્વારા ૫૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેઓની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે.
