મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના જોધપર શૈક્ષણિક સંકુલ ખાતે જુદીજુદી સંસ્થાઓ દ્વારા યોગનું સેશન યોજાયું


SHARE







મોરબીના જોધપર શૈક્ષણિક સંકુલ ખાતે જુદીજુદી સંસ્થાઓ દ્વારા યોગનું સેશન યોજાયું

મોરબીના જોધપર શૈક્ષણિક સંકુલ ખાતે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લાલપર હેલ્થ એન્ડ વેલનેસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અને એમ.પી.પટેલ બીએડ કોલેજના સંયુક્ત ઉપક્રમે સ્પેશિયલ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ કઈ રીતે કરવામાં આવે તો શરીરને ફાયદો થાય, સ્ત્રીઓએ કેવી રીતે સ્વાસ્થ્યને જાળવવું, વ્યસ્ત રહેવું અને મસ્ત રહેવું તેવી નવી જીવનશૈલી બનાવવી તે બાબતે મેડિકલ ઓફિસર ડો. હિરેનભાઈ વાંસદડિયાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને યોગના કોચ દીપકભાઈ ત્રિવેદી અને ભાવનાબે સોની દ્વારા જુદા-જુદા યોગ કરાવવામાં આવ્યા હતા આ યોગ શિબિર માટે પ્રિન્સિપાલ બરાસરાભાઈ, મહાત્મા ગાંધી વિદ્યાલયના પ્રિન્સિપાલ દેત્રોજાભાઈ અને હેલ્થ સુપરવાઇઝર અંજનાબેન જોશી તેમજ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News