મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ-લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મહિલા દિને “DONATE HAIR, DONATE HOPE” કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજ-લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મહિલા દિને “DONATE HAIR, DONATE HOPE” કાર્યક્રમ યોજાયો

મોરબીની પી.જી.પટેલ કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે કેન્સર પીડિતો માટે ખાસ “DONATE HAIR, DONATE HOPE” અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે અંતર્ગત કેન્સરના ઈલાજ સબબ પોતાના વાળ ગુમાવી ચુકેલા અને  હતાશ થયેલા દર્દીઓને એક આશાનું કિરણ અર્પણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે કોલેજની બે  વિધાર્થીનીઓ દ્વારા વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વેચ્છાએ પોતાના વાળનું દાન કર્યું હતું અને એક પ્રેરણારૂપ ઉદાહરણ રજુ કર્યું હતું. જેમાં બી.કોમ સેમ-૬ માંથી ચાવડા ખુશાલી કૈલાશભાઈ તેમજ  બી.કોમ સેમ -૪ માંથી પિત્રોડા શ્વેતા અલ્પેશભાઈએ પોતાના વાળનું દાન આપ્યું હતું. તેમજ મોરબી શહેરમાંથી અન્ય એક બહેન થડોદા કીર્તિબેન રાકેશભાઈએ પણ પોતાના વાળ નું દાન કર્યું હતું. આ તમામ દાતાઓને વિશેષ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.આ તબક્કે પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ , લાયન્સ ક્લબ મોરબી નઝરબાગમાંથી પ્રમુખ ડો.પ્રેયસ પંડ્યા, તુષાર  દફતરી, સમીર ગાંધી, વિનુભાઈ અગરિયા, પિયુષ પટેલ તેમજ લાયન્સ ક્લબ સુરેન્દ્રનગર ક્રાઉનમાંથી જીજ્ઞાસાબેન નાયક અને કાશ્મીરાબેન ગોવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડાયમંડ બ્યૂટી પાલઁરમાથી આયમનમેડમે સેવાઓ આપી હતી તેમજ ઉપરોકત ત્રણેય દાતા બહેનોને પોતાના પાલઁરમા ફ્રી હેર સ્પા કરી આપવાની પ્રોત્સાહક જાહેરાત પણ કરી હતી.




Latest News