મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજનની બેઠક મળશે


SHARE







મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજનની બેઠક મળશે

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક તા.૧૯/૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા સેવાસદન સભાખંડ મોરબી ખાતે મોરબી પ્રભારી મંત્રી અને પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને યોજાશે.

આ બેઠકમાં તા.૨૮/૬/૨૦૨૧ ની જિલ્લા આયોજન મંડળ, મોરબીની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ-૨૦૨૨-૨૩ માટેની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક અને શૈક્ષણિક પછાત યોજના વર્ષ-૨૦૨૨-૨૩ ની નવી દરખાસ્તો મંજૂર કરવા, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ-૨૦૧૮-૧૯ થી વર્ષ-૨૦૨૧-૨૨ ના ખુટતું આયોજન તેમજ કામોના ફેરફારને બહાલી આપવા, જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળના વર્ષ-૨૦૨૦-૨૧ અને વર્ષ-૨૦૨૧-૨૨ ના કામોની સમીક્ષા આ બેઠકમાં ચર્ચા- વિચારણા હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા આયોજન અધિકારી જે.કે.બગીયાની યાદીમાં જણાવાયું છે.




Latest News