વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નારી રત્નોનું સન્માન કરાયું
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી રવિવારે યોજાશે તિરંગા યાત્રા
SHARE
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી રવિવારે યોજાશે તિરંગા યાત્રા
તાજેતરમાં જાહેર થયેલ પાંચ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પછી આમ આદમી પાર્ટીમાં પણ જોશ વધ્યો છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રવિવારે બપોરે ૩:૩૦ કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં જે તિરંગા યાત્રા યોજવાની છે તેમાં દિલ્હીના ધારાસભ્ય નરેશભાઈ યાદવ, ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તેમજ જિલ્લા ટીમના તમામ પદાધિકારી સહિતના જોડાશે આ તિરંગા યાત્રા બપોરે ૩:૩૦ કલાકે મોરબી જિલ્લા કાર્યાલય અવની ચોકડીથી શરૂ કરવામાં આવશે અને ભક્તિનગર સર્કલ, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, બાપા સીતારામ ચોક, નવા બસ સ્ટેન્ડ, ગાંધી ચોક, વિજય ટોકીઝ સહિતના શહેરના માર્ગો ઉપર ફરીને પૂરી કરવામાં આવશે