મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

વીજ કંપનીએ ભારે કરી: મોરબીમાં ગ્રાહકે બિલ સમયમર્યાદા ભર્યું તો પણ કનેક્શન કટ !


SHARE









વીજ કંપનીએ ભારે કરી: મોરબીમાં ગ્રાહકે બિલ સમયમર્યાદા ભર્યું તો પણ કનેક્શન કટ !

સામાન્ય રીતે કોઈ પણ ગ્રાહક દ્વારા તેના વીજ મીટરનું બિલ ભરવામાં ન આવ્યું હોય તો વીજ કંપની દ્વારા તેનું કનેક્શન કટ કરવામાં આવતું હોય તેવું જોવા મળતો હોય છે પરંતુ મોરબીની અંદર વસંત પ્લોટ વિસ્તારની અંદર રહેતા વીજ કંપનીના ગ્રાહકે તેનું નિયત સમય મર્યાદાની અંદર બિલ ભરી દીધું હોવા છતાં પણ વીજ કંપનીના કર્મચારી દ્વારા તેનું કનેક્શન કટ કરી નાખવામાં આવતા ભારે આશ્ચર્ય ઊભું થયું છે અને આવી જ રીતે અગાઉ લાલબાગ સરકારી વસાહતની અંદર પણ આડેધડ કનેકશન કટ કરવામાં અવાયા હતા

માર્ચ એન્ડિંગ હોવાથી હાલમાં દરેક સરકારી વિભાગ દ્વારા તેઓના માંગણા વસૂલ કરવા માટે થઈને અને પોતાના નાણાકીય વર્ષના ટાર્ગેટ પૂરા કરવા માટે એડીચોટીનું જોર લગાબે છે પરંતુ કહેવાય છે ને કે સૂકા સાથે કયારેક લીલાં પણ બળે છે તેવો ઘાટ ઘણી જગ્યાએ જોવા મળતો હોય છે આવી જ રીતે મોરબીના વસંત વિસ્તારમાં રહેતા મહેશભાઇ લક્ષ્મીશંકર પંડ્યાના બિલની રકમ સમય મર્યાદાની અંદર તેમના દ્વારા ભરી આપવામાં આવી હતી તો પણ વીજ કંપનીના કર્મચારી દ્વારા તેનું વીજ કનેક્શન કટ કરી નાખવામાં આવ્યું છે જેથી તેમણે જવાબદાર અધિકારી સાથે વાત કરતાં તેઓએ પણ સ્વીકાર્યું હતું કે બિલ ભરાઈ ગયેલ છે જેથી વીજ કનેક્શન જોડવા માટે વીજ કંપનીના કર્મચારીઓને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સરકારી વસાહતની અંદર આવેલ જુદા જુદા બહુમાળી બિલ્ડીંગોમાં કોમન મીટર મૂકવામ આવેલ હોય છે તેના બિલની ચુકવણી થયેલ ન હતી જેથી કરીને કેટલાક બિલ્ડીંગોમાં કોમન મીટરના કનેક્શન કાપવામાં આવ્યા હતા પરંતુ આ મુદ્દો ચર્ચાનો વિષય બને ત્યાર પહેલા વીજ કંપનીના અધિકારી સાથે માર્ગ-મકાન વિભાગના જવાબદાર અધિકારી દ્વારા વાત કરીને પાછા કનેક્શન જોડવામાં આવ્યા હતા જો કે, તેઓના બીલ માર્ચ એંડિંગ સુધીમાં ચૂકવી આપવા માટેની તૈયારી દર્શાવતા તાત્કાલિક કનેક્શન જોડી આપવામાં આવ્યા હતા તેવું સૂત્રો પાસેથી જાણવા મળે છે






Latest News