મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે તમે અમારી વાતો કરો છો તેવું કહીને બે મહિલા સહિત ત્રણને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











હળવદના માથક ગામે તમે અમારી વાતો કરો છો તેવું કહીને બે મહિલા સહિત ત્રણને ચાર શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના માથક ગામે રહેતો યુવાન તેના પરિવાર સાથે તેના ઘર પાસે ઉભા રહીને વાતચીત કરતો હતો ત્યારે તેની પાડોશમાં રહેતા શખ્સે “તમે કેમ અમારી વાતો કરો છો” તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા વડે માર માર્યો હતો અને દરમિયાન યુવાનને બચાવવા માટે વચ્ચે પડી બે મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હતો આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હોય તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ઇજા પામેલા યુવાનને સારવાર લીધા બાદ હાલમાં ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના માથક ગામે રહેતા લવજીભાઈ કેશાભાઈ સોલંકી (ઉંમર ૪૦) પોતાના ઘર પાસે મંજુબેન આબે પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેઓની પાડોશમાં રહેતા હસમુખભાઇ ઘોઘાભાઈ સોલંકી ત્યાં આવ્યા હતા અને “તમે કેમ અમારી વાતો કરો છો” તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યાર બાદ લવજીભાઇને ડાબા પગના પંજા ઉપર લાકડાનો ધોકો માર્યો હતો ત્યારે લવજીભાઈ સોલંકીને બચાવવા માટે ત્યાં ઊભેલા મંજુબેન અને કિરણબેન વચ્ચે પડ્યા હતા જેથી આરોપી હસમુખ સાથે આવેલા મુકેશ નાગજીભાઈ સોલંકી, સંતોષ મુકેશભાઈ સોલંકી અને વિપુલ સોમાભાઈ સોલંકી મારામારી કરવા પહોંચી ગયા હતા અને મુકેશભાઈએ લવજીભાઇના માથાના વાળ ખેંચીને પકડી રાખ્યા હતા અને ત્યારબાદ તેને ઢીકાપાટુનો મારમાર્યો હતો આટલું જ નહીં મંજુબેન અને કિરણ વચ્ચે લવજીભાઈને બચાવવા માટે પડ્યા હતા ત્યારે તેને પણ માર માર્યો હતો અને યુવાનના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હસમુખભાઈ ઘોઘાભાઈ સોલંકી, મુકેશભાઈ નાગજીભાઈ સોલંકી, સંતોષભાઈ મુકેશભાઈ સોલંકી અને વિપુલભાઈ સોમાભાઈ સોલંકીની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

૯૦૦ લિટર દારૂ

વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે ભોજલિયા તરીકે ઓળખાતી સીમમાં ભલાભાઇ આલાભાઇના ખેતરની નજીક આવેલ સરકારી ખરાબાની જગ્યામાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે રોડ ઉપર થી ૯૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૮,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ રહીમ રાયધન મોવર રહે. વીસીપરા વાંકાનેર વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

મોરબીના પીપળી રોડ ઉપર માનસ ધામ સોસાયટીથી ટિંબડી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઇ રહેલ બાઇકને રોકીને પોલીસ ચેક કરતા યુવાન પાસેથી ૭૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી ૧૪૦૦ રૂપિયાની કિંમતનો દારૃ અને પંદર હજાર રૂપિયાની કિંમતનો બાઈક આમ કુલ મળીને ૧૬૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે વિશાલ હિતેશભાઈ રાઠોડ (ઉંમર ૨૦) રહે, કુલીનગર વીસીપરા વાળાની ધરપકડ કરેલ છે અને આરોપી શાહરૂખ ફિરોજભાઈ પઠાણ રહે. કુલીનગર વીસીપરા મોરબી વાળાએ આ દેશી દારૂનો જથ્થો તેને વેચાણ કરવા માટે આપ્યો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News