મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

બિગ ન્યૂઝ: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસની સપ્લાઈની ચેન તૂટી !, ઉદ્યોગકારોને મોટો ફટકો


SHARE











બિગ ન્યૂઝ: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસની સપ્લાઈની ચેન તૂટી !, ઉદ્યોગકારોને મોટો ફટકો

મોરબીના સિરામિક ઉદ્યોગની પડતી શરૂ થઈ હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે અને કેમ કે, એક પછી એક મુશ્કેલીઓ મોરબીના સિરામિક ઉદ્યોગકારો સામે મોં ફાડીને ઊભી હોય છે.હાલમાં નેચરલ ગેસના ભાવ અને રેગ્યુલર રીતે પૂરતા પ્રમાણમાં નેચરલ ગેસ મળતો નથી ત્યારે ઘણા ઉદ્યોગકારો દ્વારા પોતાના સિરામિક યુનિટીની અંદર ટાઇલ્સનું ઉત્પાદન કરવા માટે પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જો કે, પ્રોપેન ગેસની સપ્લાઈની ચેન પણ હાલમાં તૂટી હોય તેવો ઘાટ સર્જાયો છે અને જો આજ સાંજ સુધીમાં પ્રોપેન ગેસના ટેન્કર મોરબીમાં ન આવે તો મોરબીના ઘણા કારખાનામાં ઉત્પાદન બંધ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે અને તેમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે હાલમાં નેચરલ ગેસ કરતાં પ્રોપેન ગેસ ભાવમાં સરેરાશ આઠ રૂપિયા જેટલો પ્રતિ કયુબિક મીટરે સસ્તો પડી રહ્યો છે જેથી કારખાનેદારો દ્વારા પોતાની પ્રોડક્ટના ભાવ નીચા લાવવા માટે નાછૂટકે પ્રોપે ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એક બાજુ ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરતા ભાવ લેવામાં આવતા હોવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ગેસ સપ્લાય કરવામાં નથી આવતી જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારો હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવામાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતાં કારખાનાઓમાં સપ્લાયની ચેન તૂટી ગઈ છે

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની આસપાસમાં આવેલા સિરામિક કારખાના માંથી લગભગ ૧૨૫ કરતાં વધુ કારખાનામાં આજની તારીખે નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને તેનાથી સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જોકે પ્રોપેન ગેસના ટેન્કરો ગઈકાલ સાંજથી મોરબીમાં આવવાના બંધ થયા છે અને જો આજે સાંજ સુધીમાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં જ્યાં પણ પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યાં પ્રોપેન ગેસના ટેન્કરો નહીં આવે તો મોરબીના ૧૨૫ કરતાં વધુ કારખાનામાંથી મોટાભાગના કારખાનાઓ ગેસના અભાવના કારણે બંધ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના સિરામિક ઉદ્યોગકારોનેએ વર્ષો પહેલાં જ્યારે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે નેચરલ ગેસ પાઇપલાઇન મારફતે આપવાના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે સસ્તામાં ગેસ આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ ધીમે-ધીમે કરતાં આજે સાથે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ટેક્સ સાથે ૬૨ રૂપિયા કરતાં વધુના ભાવે પ્રતિ કયુબિક મીટર ગેસ આપવામાં આવે છે અને તેના કરતા પ્રોપેન ગેસ આઠ રૂપિયા સસ્તો પડતો હોવાના કારણે સિરામિક ઉદ્યોગકારો દ્વારા વૈશ્વિક માર્કેટમાં ટકી રહેવા માટે પોતાની પ્રોડક્ટના ભાવ નીચા લાવવા માટે પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે આવે છે આવા સમયે પ્રોપે ગેસ ભરીને શીપ મુંદ્રા પોર્ટ પર આવી ગયું છે જો કે, ત્યાંથી લોડીંગ થઈ શકતું નથી જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને સમયસર પ્રોપેન ગેસ ન મળે તો આગામી સમયમાં મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડે તેવા સંકેતો મળી રહ્યા છે






Latest News