મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા રાંધણ ગેસના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કરાયો
મોરબીના રોહીદાસપરામાં હોળીમાં પડી જવાથી દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
SHARE









મોરબીના રોહીદાસપરામાં હોળીમાં પડી જવાથી દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરામાં રહેતો વિશાલ દલપતભાઈ ચૌહાણ નામનો ૨૭ વર્ષીય યુવાન ઘર નજીક હોળી ફરતે રમતા સમયે પડી જવાથી દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમ્યાન આ યુવાનનું મોત નીપજયું છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ રોહિદાસપરામાં હોળી ફરતે રમતા હતા ત્યારે ઠેસ આવતા વિશાલ દલપતભાઈ ચૌહાણ નામનો ૨૭ વર્ષીય યુવાન દાઝી ગયો હતો માટે તેને મોરબી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો અને ત્યાં સારવાર દરમ્યાન આ યુવાનનું મોત નીપજયું છે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે. ત્યારે મોરબી ડિવિઝન બી ડિવિજન પોલીસ મથકના એએસઆઇ વશરામભાઇ મેતાના જણાવ્યા પ્રમાણે વિશાલ ચૌહાણ નામનો યુવાન અન્ય યુવાનોની સાથે હોળીની ફરતે રમતો હતો તે દરમિયાનમાં પગમાં ઠેસ આવતા તે હોળીમાં પડી ગયો હતો. જેથી છાતીના ભાગે દાઝી જવાથી સારવાર માટે ખસેડાયો હતો અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે
