મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૫૬ જેટલા આપદા મિત્રોને રાજકોટ ખાતે તાલીમ અપાઇ


SHARE









મોરબી જિલ્લાના ૫૬ જેટલા આપદા મિત્રોને રાજકોટ ખાતે તાલીમ અપાઇ

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના ૧૭ જિલ્લાઓમાં અપસ્કેલીંગ આપદા મિત્ર તાલીમ યોજના ચાલુ છે. આ યોજના હેઠળ મોરબી જિલ્લાનો પણ સમાવેશ થયેલ છે. અપસ્કેલીંગ આપદા મિત્ર તાલીમ હેઠળ મોરબી જિલ્લાના ૫૬ જેટલા આપદા મિત્રોની રાજકોટ ખાતે  ૧૨ દિવસની સઘન તાલીમ પૂર્ણ કરવામાં આવી છે. કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વેળાએ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ આપદા મિત્રોને સઘન તાલીમ આપવામાં આવી છે. હાલમાં જ મોરબીના આપદા મિત્રોને એસડીઆરએફ ગૃપ-૧૩, રાજકોટ ખાતે ૧૨ દિવસની નિવાસી તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. તાલીમાર્થીઓને તાલીમ દરમિયાન રાહત, સહાય, પુર, વાવાઝોડુ, ભૂકંપ, દુષ્કાળ, સુનામી જેવી  આફત કે જોખમ સમયે વ્યવસ્થાપન, શોધ અને બચાવ/પ્રાથમિક સારવાર, જન જાગૃતિ જેવા કાર્યક્રમો અંગેની જાણકારી આપવામાં આવી હતી.




Latest News