મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસેથી વીપી આંગડિયાના ૧.૨૦ કરોડના પાર્સલની ચાર બુકાની ધારી શખ્સોએ ચલવી લૂંટ


SHARE









મોરબીના દલવાડી સર્કલ પાસેથી વીપી આંગડિયાના ૧.૨૦ કરોડના પાર્સલની ચાર બુકાની ધારી શખ્સોએ ચલવી લૂંટ

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલા આંગડિયા પેઢીની રકમનું પાર્સલ ટ્રાવેલ્સ બસમાં આવ્યું હતું તે લેવા માટે ગયેલા વ્યક્તિને આંતરીને ચાર શખ્સો લૂંટ ચલાવી છે અને યુવાનની પાસેથી તેની પાસેથી ૧.૨૦ કરોડ રૂપિયાની લૂંટ કરીને ચાર શખ્સો નાશી ગયા છે જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં એએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને લૂંટ કરીને કારમાં નાસી છૂટેલા બુકાની ધારી લૂંટારૂઓને ઝડપી લેવા માટે થઈને પોલીસ દ્વારા મોરબી જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે અને જુદી જુદી દિશાઓમાં તપાસના ઘોડા દોડાવવામાં આવેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર થોડા સમય પહેલા થોડા દિવસે બંદૂકની અણીએ લૂંટ કરવામાં આવી હતી ત્યારબાદ અવારનવાર મોરબીમાં ચોરી, લૂંટ, મારામારી, હત્યાના પ્રયાસ જેવા બનાવો બની રહ્યા છે ત્યારે મોરબી પોલીસની કામગીરી અને તેના અસ્તિત્વ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવા સમયે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસેથી આજે વહેલી સવારે સવા સાત વાગ્યાના અરસામાં એક કરોડ વીસ લાખ રૂપિયાની દિલધડક લૂંટ કરવામાં આવેલ છે અને લુટારુઓ હાલમાં આ લૂંટને અંજામ આપીને નાસી છૂટ્યા હોય પોલીસ દ્વારા નાકાબંધી કરીને આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલી વીપી આંગડિયા પેઢીની રાજકોટ શાખામાંથી અહીંયા મોરબી ૧.૨૦ કરોડ ભરેલું પાર્સલ મોકલવામાં આવ્યું હતું અને આ પાર્સલ રાજકોટથી ભુજ વચ્ચે ચાલતી સોમનાથ ટ્રાવેલ્સમાં રાજકોટથી રવાના કરવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારે સવા સાત વાગ્યાના અરસામાં મોરબીના દલવાડી સર્કલ પાસે સોમનાથ ટ્રાવેલ્સમાથી રોકડ રકમ લઈને વીપી આંગડિયા પેઢી વાળા મનીષભાઈ પટેલ પોતાની કારમાં પાર્સલ મૂકીને જઈ રહ્યા હતા ત્યારે ચાર બુકાની ધારી શખ્સોએ તેને આંતરીને લૂંટને અંજામ આપ્યો હતો

મોરબીમાં આવેલ વીપી આંગડીયા પેઢીની શાખાના મનીષભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ થી સોમનાથ ટ્રાવેલ્સમાં આંગડીયા પેઢીનું ૧.૨૦ કરોડ રૂપિયા ભરેલ પાર્સલ મોકલવામાં આવ્યું હતું અને તે પાર્સલ લેવા માટે તે આજે સવારે મોરબીના દલવાડી સર્કલ પાસે આવ્યા હતા અને તેઓએ રોકડ રકમ ટ્રાવેલ્સમાંથી લઈને પોતાની ગાડીમાં મૂક્યું હતું અને ત્યાંથી જતાં હતા ત્યારે ચાર બુકાનીધારી શખ્સો ત્યાં આવ્યા હતા અને તે તેમની પાસેથી રોકડ રકમ ભરેલો પાર્સલ લઇને સફેદ કલરની બ્રેઝ કારમાં નાસી છૂટયા છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આ લૂંટની ઘટનાને અંજામ આપીને આરોપીઓ રાજકોટ બાજુ ગયા હોય તેવી હાલમાં શક્યતા સેવાઇ રહી છે

મોરબી જિલ્લાના એસપી અતુલ બંસલ, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ આલ સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો હાલમાં ઘટનાસ્થળે પહોંચી ગયો છે જોકે મોરબીની અંદર જે રીતે લૂંટના બનાવો, ચોરી તેમજ હત્યાના પ્રયાસ અને મારામારીના બનાવો વધી રહ્યા છે ત્યારે હાલમાં મોરબી જિલ્લાની અંદર પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથ




Latest News