મોરબીની પરા બજારમાં આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો: એકની શોધખોળ
વાંકાનેરમાં તે અમારી સામે જોયુ જ કેમ કહીને વેપારી યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: ગુનો નોધાયો
SHARE
વાંકાનેરમાં તે અમારી સામે જોયુ જ કેમ કહીને વેપારી યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: ગુનો નોધાયો
વાંકાનેરના ચંદ્રપુર ગુલસનપાર્ક એ-વન એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી પાસે આવીને ત્રણ શખ્સોએ “તે અમારી સામે જોયુ જ કેમ” તેમ કહીને ગાળો બોલી હતી અને બાદમાં ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને વેપારીએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર ચાલક સહિતના ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગુલસનપાર્ક એ-વન એપાર્ટમેન્ટ બ્લોક નં.બી-૪૦૩માં રહેતા અને રાસાયણિક ખાતરની દુકાન ધરાવતા ઇસ્માઈલભાઈ માહમદભાઈ માથકીયા જાતે મોમીન (ઉ.૩૮)એ સફેદ કલરની ફોરવીલ નં. જીજે ૩૬ આર ૭૯૪૮ ના ચાલક તથા તેની સાથે રહેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાની વાંકાનેર જીનપરા મેઇન રોડ પર આવેલ રાસાયણિક ખાતરની દુકાનેથી પોતાના ઘરે જતા હતા ત્યારે ગૌશાળા રોડ પર આ કામના આરોપી સફેદ કલરની ફોરવીલ નં. જીજે ૩૬ આર ૭૯૪૮ ના ચાલકે સામે જોવા બાબતે તેની સાથે બોલાચાલી કરેલ હતી અને આરોપીઓએ બનાવ વાળી જગ્યાએ ફરિયાદીના એપાર્ટમેન્ટ પાસે જઈને “તે અમારી સામે જોયુ જ કેમ” તેમ કહી ગાળો બોલી ઢીકાપાટુનો હાથે પગે તથા શરીરે તેમજ માથાના ભાગે અને મોઢાના ભાગે મુંઢ માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે