મોરબી જિલ્લા પંચાયતમાં વાહન પૂરા પડતી એજન્સીની ગોલમાલ: ચેરમેન લાલઘૂમ
મોરબી જિલ્લા પંચાયત ચેરમેન હીરાભાઈ બન્યા “સિંઘમ”: આરોગ્ય કેન્દ્રો ઉપર સરપ્રાઈઝ વિઝિટ
SHARE
મોરબી જિલ્લા પંચાયત ચેરમેન હીરાભાઈ બન્યા “સિંઘમ”: આરોગ્ય કેન્દ્રો ઉપર સરપ્રાઈઝ વિઝિટ
મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન એક્ટિવ બની રોજે રોજ ગ્રામ્યકક્ષાએ આવેલા પીએચસી અને સબ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ટંકારાના લજાઈ આરોગ્ય કેન્દ્ર અને બે સબ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારે ફરજ ઉપરના તબીબી અને કર્મચારીઓ સમયસર હાજર ન હતા જે અંગે ચેરમેને ડીડીઓ અને આરોગ્ય અધિકારીને ધગધગતો રિપોર્ટ કર્યો છે
મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા અને ઓટાળા બેઠકના મહિલા સદસ્યના પતિ અશોકભાઈ ચાવડાએ લજાઈ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારે ફરજ ઉપરના તબીબ હાજર ન હતા અને કલાકો સુધી રાહ જોવા છતાં પણ સમયસર આરોગ્ય કેન્દ્ર ઉપર આવ્યા ન હતા જેથી તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરી હતી અને તાલુકા હેલ્થ ઓફિસરના ફોન રિસીવ કરવાની પણ જવાબદાર ફરજ ઉપરના તબીબે તસ્દી લીધી ન હતી. હાલમાં રસીકરણ જેવી પ્રક્રિયા ચાલતી હોવા છતાં પણ ફરજ ઉપર સમયસર હાજર થતા નથી આ સંજોગોમાં ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવતા ત્યાં પણ લેઇટ લતીફ આરોગ્ય કર્મચારીઓ ફરજ ઉપર હાજર ન હતા જેથી ચેરમેને આ અંગે ડીડીઓ અને આરોગ્ય અધિકારીને રિપોર્ટ કરેલ છે