માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં વાહન પૂરા પડતી એજન્સીની ગોલમાલ: ચેરમેન લાલઘૂમ


SHARE















મોરબી જિલ્લા પંચાયતમાં વાહન પૂરા પડતી એજન્સીની ગોલમાલ: ચેરમેન લાલઘૂમ

મોરબી જિલ્લા પંચાયતમાં સરકારી વાહનો પૂરા ન હોવાથી ખાનગી એજન્સી પાસેથી ભાડે વાહનો લેવામાં આવતા હોય છે જો કે, હાલમાં જે એજન્સી દ્વારા વાહનો પૂરા પાડવામાં આવે છે તેના દ્વારા જેટલું ભાડું લેવામાં આવે છે તેની સામે વાહનો ચાલતા નથી જેથી કરીને ક્યાકને ક્યાક ગોલમાલ કરવામાં આવતી હોવાની વાત સામે આવી હતી જેથી કરીને આરોગ્ય સમિતિના ચેરમેન લાલઘૂમ થઈ ગયા હતા અને એજન્સી બદલાવવા માટે અધિકારીને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા કરવા માટે સૂચન આપી દીધી છે

મોરબી જિલ્લા પંચાયતની મોટાબાગની શાખાઓમાં ભાડાના વાહનો રાખીને અધિકારી સરકારી કામ માટે દોડતા હોય છે જો કે, જે એજન્સી પાસેથી વાહનો લેવામાં આવે છે તેની પાસેથી જેટલા વાહનો આવે છે તે પૂરા કિલોમીટર માહિનામાં દોડતા નથી તો પણ એજન્સીને રૂપિયા પૂરા જ આપવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ ભાડે લેવામાં આવેલા વાહનોમાં એજન્સી દ્વારા ગોલમાલ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યુ છે અને કહ્યું છે કે, અંજલી કન્સ્ટ્રક્શન નામની પેઢી હાલમાં વાહનો આપે છે જેને મહિને ૨૫ જેટલા વાહનો ૨૫ હજારના ભાડાથી આપવાના છે અને આ દરેક વાહન ૨૫૦૦ કિલોમીટર માહિનામાં ચલાવવાના હોય છે જો કે, તે વાહનો મહિને માંડ ૧૫૦૦ કિલોમીટર ચાલે છે જેથી કરીને પૂરા કિલો મીટર નહિ ચાલતા વાહનોને ભાડું પૂરો કેમ ચુક્વવામાં આવે છે તે પ્રશ્ન છે અને અંજલી કન્સ્ટ્રક્શન નામની પેઢીનો કોન્ટ્રાકટ પૂરો થઈ ગયો છે તો પણ નવી ટેન્ડર પ્રક્રિયા કરવાને બદલે તેને જ છેલ્લા બે વર્ષથી કિલોમીટર અને ભાડું વધારી આપીને કોન્ટ્રાકટ રીન્યુ કરી આપવામાં આવે છે જેથી કરીને આ એજન્સીને બદલાવવા માટે નવી ટેન્ડર પ્રક્રિયા કરવા ચેરમેને અધિકારીને સૂચના આપી દીધી છે 






Latest News