મોરબી જિલ્લા પંચાયત ચેરમેન હીરાભાઈ બન્યા “સિંઘમ”: આરોગ્ય કેન્દ્રો ઉપર સરપ્રાઈઝ વિઝિટ
મોરબી જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગ ગુનામાં પકડાયેલા આરોપીઓનો જામીન પર છૂટકારો
SHARE
મોરબી જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓનો જામીન પર છૂટકારો
હળવદ તાલુકાનાં ચાડધ્રા ગામે જમીન ઉયપર દબાણ કરવામાં આવ્યું હોવાથી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી જેથી કરીને બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓના શરતી જામીન મંજૂર કરેલ છે
હળવદ તાલુકા પોલીસે ફરીયાદી બનુબા વીસાભાઈ ગઢવીની લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ હતી જેના આધારે બે આરોપીની ધરપકડ કરી હતી અને ફરિયાદીએ જણાવ્યુ હતું કે, આરોપીઓએ ફરીયાદીની માલીકીની ચાડધા ગામના સર્વે નં. ૬૩ ની ખેતીની જમીન પૈકીની છ વીઘા જમીન પર ગેરકાયદેસર કબજો કરીને આ જમીન પર આજદીન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી ગુન્હો કર્યો છે જેથી હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપી તરફે મોરબી જીલ્લાના વકીલ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ હત અને તેમના દ્વારા કરવામાં આવેલ દલીલ માન્ય રાખીને કોર્ટે આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”