મોરબીના પાટીદાર રત્ન જયસુખભાઇ અને સાંસદ મોહનભાઈએ દિલ્હીમાં કરી નીતિનભાઈ ગડકરીની શુભેચ્છા મુલાકાત
મોરબીના વજેપર ગામની વાદગ્રસ્ત જમીનના દાવામા દાવો ૨દ કરવાની અરજી રદ કરતી કોર્ટ
SHARE
મોરબીના વજેપર ગામની વાદગ્રસ્ત જમીનના દાવામા દાવો ૨દ કરવાની અરજી રદ કરતી કોર્ટ
મોરબીની બાજુમા આવેલ વજેપ૨ ગામની જમીનમા નરશીભાઈ ટપુભાઈ અગેચાણીયાના કાયદેસ૨ના વારસદાર કિશનભાઈ નરશીભાઈ અગેચાણીયાએ દાવો કરેલ જેમા પ્રતિવાદીએ દાવો ૨દ કરવાની અરજી કોર્ટમાં કરેલ હોય જે અરજી કોર્ટ એ રદ કરતો હુકમ કરેલ છે.
આ કેસ ની હકિકત એવી છે કે મોરબી ના વજેપર ગામની જમીનના ખાતા નં. ૧૦૮૬ થી સર્વે નં.૧૦૯૬/૧ પૈકી ૪ ની ખેતીની જમીનમા દાવો કરનાર કિશનભાઈના પિતા નરસીભાઈ ટપુભાઈ અગેચાણીયાએ નાનજીભાઈ ૫૨મા૨ના અવસાન બાદ તેમના પુત્રો પૈકી પરબતભાઈ નાનજીભાઈ પરમાર, દયારામભાઈ નાનજીભાઈ પ૨મા૨ સાથે તે બન્ને વ્યક્તિનો મિલ્કતમા જે હકક હિસ્સો છે તે હિસ્સાની રકમ ચુકવીને સોદાખત તા.૭-૬-૧૮ ના રોજ કરાવેલ છે. જે મુજબ પરબતભાઈ અને દયારામભાઈનુ નામ ઉપરોકત જમીનના ૭/૧૨ મા નામ ચડયા બાદ મિલ્કતનો દસ્તાવેજ કરવાનુ નકકી થયેલ ત્યાર બાદ નરસીભાઈ ટપુભાઈ અગેચાણીયાનુ અવસાન થયેલ ત્યાર બાદ સોદાખત કરી આપનાર પરબતભાઈ અને દયારામભાઈએ પોતાનુ નામ મિલ્કત ના ૭/૧૨ માં ચડયાના આશરે ૧૫ દિવસમા જ મિલ્કતનો દસ્તાવેજ પોતાના અન્ય ભાઈઓ સાથે તુપ્તીબેન મહેશભાઈ કુંડારીયાને વેચાણ કરી આપેલ છે.જેની જાણ નરસીભાઈ ટપુભાઈ અગેચાણીયાના પુત્ર કિશનભાઈને થતા કિશનભાઈએ આ મિલ્કતમા થયેલ હાલનો દસ્તાવેજ ૨દ કરવા તથા તે મિલ્કતમા પોતાનો કાયદેસરનો હકક, હિત, હિસ્સો રહેલ તે લગત દાવો તેમના એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, દુર્ગેશ ધનકાણી મારફત મોરબીની કોર્ટમા દાવો કરેલ છે.
જે ચાલુ દાવે પ્રતિવાદીને નોટીસ બજતા ૫૨બતભાઈ તથા દયારામભાઈએ તેમના વકીલ મારફત દાવો રદ કરવા માટેની અરજી કરેલ જે અરજીના અનુસંધાને વાદીના એડવોકેટએ વાંધા રજુ કરેલ તથા તે અરજીની દલીલ તબકકે બન્ને પક્ષકારોના એડવોકેટ દલીલ ધ્યાને લીધા બાદ મોરબીના મહે.સી. સીવીલ જજ વાય.એન.પટેલએ પરબતભાઈ તથા દયારામભાઈના થકી થયેલ દાવો રદ કરવાની અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.આ કામમાં વાદી કિશનભાઈ નરસીભાઈ વતી જાણીતા યુવા એડવોકેટ જીતેન અગેચાણીયા અને દુર્ગેશ ધનકાણી રોકાયેલા હતા.