હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર રત્ન જયસુખભાઇ અને સાંસદ મોહનભાઈએ દિલ્હીમાં કરી નીતિનભાઈ ગડકરીની શુભેચ્છા મુલાકાત


SHARE









મોરબીના પાટીદાર રત્ન જયસુખભાઇ અને સાંસદ મોહનભાઈએ દિલ્હીમાં કરી નીતિનભાઈ ગડકરીની શુભેચ્છા મુલાકાત

મોરબીની અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો અને પાટીદાર રત્ન જયશુખભાઈ પટેલની દિલ્હી ખાતે રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિનભાઈ ગડકરી સાથે શુભેચ્છા મુલાકાત થઇ હતી.આ મુલાકાત દરમિયાન અહીંના વતની અને રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા.આ મુલાકાત દરમિયાન ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, જમીન સંપાદન તેમજ રણ સરોવર ઉપર સવિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.

વિશાળ બિઝનેસ એમ્પાયર અને હજારો લોકોને રોજગારી આપવાની સાથે સાથે જળસંચયના કાર્યો પર પણ જયસુખભાઇ સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.આવનારા દાયકાઓમાં પાણીની સમસ્યા કેટલી જટિલ અને વિકરાળ હશે તેનું સ્વરૂપ દીર્ઘદ્રષ્ટા જયસુખભાઈ અત્યારથી જ જોઈ રહ્યા છે.સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિ પાણીથી તરબોળ રહે તેમજ કચ્છમાં હરિયાળી ક્રાંતિ થાય અને આવનારી પેઢીઓની સુખાકારીમાં વૃદ્ધિ થાય તેવા લોક કલ્યાણકારી ઉદ્દેશથી રણ સરોવર યોજના પર સરકાર સાથે મળીને ઊંડાણપૂર્વક અભ્યાસ ચર્ચાઓ અને મીટીંગો કરી રહ્યા છે જે સવિશેષ પ્રશંસનીય અને સરાહનીય છે.

ગત તા.૪-૪ ના રોજ દિલ્હી ખાતે રાજ્ય સભામાં કોંગ્રેસના વરિષ્ઠ સભ્ય શક્તિસિંહ ગોહિલે જળ શક્તિ મંત્રાલય પાસેથી રણ સરોવર યોજના પર પ્રોગ્રેસ રિપોર્ટ માંગેલ હતો જેના પ્રત્યુત્તરમાં જલશક્તિ મિનિસ્ટ્રીના રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રણ સરોવર યોજના ઉપર ગુજરાત સરકાર દ્વારા યોગ્ય રીતે તબક્કાવાર અભ્યાસ અને આંકલનની પ્રક્રિયા ચાલુ જ છે તેમજ ગુજરાત સરકાર અને જળ શક્તિ મંત્રાલય બંને આ યોજના ઉપર અભ્યાસ કરી રહી હોવાનું હોવાનું તેઓએ જણાવ્યુ હતું.જો રણ સરોવર પ્રોજેકટ સાકાર થશે તો માત્ર સૌરાષ્ટ્ર કચ્છ જ નહી પણ સમગ્ર ગુજરાતનુ ગૌરવ વધશે તેમા બેમત નથી.




Latest News