માળીયા (મી) પોલીસે જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને પકડી જેલ હવાલે કર્યો
મોરબીમાં મોઢવણિક મહિલા મંડળ દ્વારા ત્રિદિવસ યોગ શિબિર યોજાઇ
SHARE
મોરબીમાં મોઢવણિક મહિલા મંડળ દ્વારા ત્રિદિવસ યોગ શિબિર યોજાઇ
આઝાદી કા અમૃત મહોત્સવ તથા યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત મોરબીમાં મોઢવણિક મહિલા મંડળ દ્વારા ત્રિદિવસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે શિબિરના પ્રથમ દિવસે યોગ કોચ રૂપલબેન શાહના માર્ગદર્શન હેઠળ યોગ ટ્રેનરો ડો.શેફાલીબેન રાઠોડ, ઉષા વોરા, મનીષા નિરંજની, શિતલબેન કોટક દ્વારા યોગ અટલે શું?,યોગ નું મહ્તવ ? તદ્દઉપરાંત સૂક્ષ્મ વ્યાયમ, સૂર્યનમસ્કાર, બેસીને કરવાના આસનો તથા પ્રાણાયમનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં મોઢ વણિક મહિલાઓ તથા બાળકોએ ભાગ લીધો હતો. તથા સન્દિપનિ યોગ ગ્રુપના સાધક બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મોઢવણિક મહાજનના પ્રમુખ પરેશભાઈ વજરિયા તથા તેમની કારોબારીના સભ્યો તથા મહિલા મંડળના પ્રમુખ હેતલબેન એ. પારેખ અને તેમની કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા અને સચિનભાઈ વોરા તરફથી ફ્રુટ જુઇસનું વિતરણ કરવામાં આવ્યું હતું.