મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિપાઇવાસમાં મારામારી બાદ છાતીમાં દુખાવો ઉપડતા રાજકોટ લઇ જવાયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE













મોરબી સિપાઇવાસમાં મારામારી બાદ છાતીમાં દુખાવો ઉપડતા રાજકોટ લઇ જવાયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના સિપાઇવાસ વિસ્તારમાં નજીવી વાતમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં અપંગ યુવાન કે જે ગોલાની રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો તે રાત્રીના ૧૨ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે પોતાની ગોલાની રીક્ષામાંથી માલ ઉતારતો હતો ત્યારે મોડીરાત્રીના અમુક યુવાનો શેરીમાં ક્રિકેટ રમતા હોય તેઓને થોડીવાર માટે ક્રિકેટ રમવાનું બંધ રાખવાનું કહ્યું હતું અને તે વાતમાં ઝગડો થતાં અમુક ઇસમોએ તે યુવાન તથા તેના પરિવાર ઉપર હુમલો કર્યો હતો અને યુવાનને માર માર્યો હતો.દરમિયાનમાં ઈજાગ્રસ્ત યુવાનને મોરબી સિવિલે ખસેડાયો હતો અને ત્યાં સારવાર બાદ સારૂ થઈ જતા ઘરે રજા આપવામાં આવી હતી.દરમિયાનમાં વહેલી સવારે તે યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા રાજકોટ લઇ જવાતા ત્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયું હતું.જે અંગે હાલ પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સિપાઇવાસ વિસ્તારમાં મોડી રાતે ઘર પાસે શેરીમાં ક્રિકેટ રમી રહેલા યુવાનોને થોડીવાર માટે ક્રિકેટ ન રમવાનું કહેવામાં આવ્યું હતું કારણ કે ઈકબાલભાઈ હુસેનભાઇ કુરેશી (ઉમર ૪૦) રહે.સિપાઇવાસ નામનો યુવાન રાતે ધંધો કરીને પરત ઘરે આવીને પોતાની ગોલાની રિક્ષામાંથી માલ ઉતારી રહ્યો હતો.ત્યા તેમાં તુટફુટ ન થાય તે માટે તેણે મોડીરાતે શેરીમાં ક્રિકેટ રમી રહેલા યુવાનોને થોડીવાર માટે ક્રિકેટ રમવાનું બંધ કરવા જેથી પોતે પોતાનો માલસામાન ઘરમાં લઇ લે તે માટે ના પાડી હતી.તે વાતને લઈને ઝઘડો થયા બાદ યુવાન તથા તેના ભાઇ અને પરિવારને મારવામાં આવ્યો હતો.જેથી રાતે ઇકબાલભાઇને મોરબી સિવિલે સારવારમાં લઇ જવાયા હતા અને સારૂ થઇ જતા રજા આપી દેવાતા ઘરે ગયા હતા.બાદમાં સવારે ઇકબાલભાઇને છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો અને તેમને સારવારમાં રાજકોટ લઇ જવાયા હતા.જયાં સારવાર દરમ્યાન ઈકબાલભાઈ હુસેનભાઇ કુરેશી (૪૦) રહે.સિપાઇવાસ મોરબીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસે સિપાઇવાસ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો અને બનાવ અંગે નોંધ કરી છે જેની આગળની તપાસ પીએસઆઈ એચ.એમ.પટેલ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માત બાદ ફરીયાદ નોંધાય

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક ચોકડી પાસે આવેલ ફન હોટેલ નજીકથી મુળ બિહારનો રહેવાસી અને હાલમાં રવિરાજ ચોકડી પાસે પાટીદાર સ્ટોનની સામે રૂમમાં રહેતો સંજયભાઈ બાબુભાઈ (ઉંમર ૩૬) નામનો યુવાન પોતાના હવાળ વાળું ડમ્પર નં. જીજે ૧૮ એયુ ૮૦૬૦ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી રોંગ સાઇડમાં આવી રહેલ ટ્રક નં. જીજે ૧૩ એડબલ્યુ ૦૩૯૭ ના ચાલકે પોતાની ટ્રક બેફીકરાઈથી ચલાવીને ડમ્પર સાથે અથડાયો હતો જેથી કરીને ડમ્પરનો આગળનો કાચ તૂટી ગયો હતો તેમજ કેબિનમાં નુકસાન થયું હતું જેથી ભોગ બનેલા યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News