મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્રની મજાક મસ્તી કરતા યુવાનને ઠપકો દેતા મહિલા અને તેના પતિને માર માર્યો..!


SHARE













મોરબીમાં પુત્રની મજાક મસ્તી કરતા યુવાનને ઠપકો દેતા મહિલા અને તેના પતિને માર માર્યો..!

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં ચાર ગોડાઉન પાસે રહેતી મહિલા પોતાના પતિ સાથે બાજુમાં રહેતા ઇસમને ત્યાં ઠપકો આપવા માટે ગયા હતા કારણ કે તે યુવાન મહીલાના દીકરા સાથે મજાક-મસ્તી કરતો હોય અને ગાળો બોલતા હોય મજાક મસ્તી કરવાની ના પાડી હતી તે દરમ્યાન ઉશ્કેરાઇ ગયેલા સામેના યુવાને દંપતીની સાથે ઝપાઝપી કરી ઝઘડો કરી મૂઢ માર માર્યો હતો.

ઉપરોક્ત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરામાં રોહીદાસપરા નજીક આવેલ ચાર ગોડાઉન પાસે રહેતા હસીનાબેન હસનભાઈ મન્સૂરી જાતે પીંજારા નામની ૩૦ વર્ષીય મહિલાને તેના ઘર પાસે મારામારીના બનાવમાં અને ધક્કામુક્કીમાં ઇજાઓ થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.જ્યાં સારવાર લીધા બાદ હસીનાબેન મન્સૂરીએ બાજુમાં રહેતા મહમદસિદ્દીક ઉર્ફે સદામ અલીયાસ કટીયા રહે.ચારગોડાઉન પાસે વીસીપરા સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણીએ જણાવ્યું હતું કે સદામ તેઓના દિકરાની મજાક મસ્તી કરતો હોય અને ગાળો આપતો હોય તેને સમજાવવા માટે પોતે અને તેમના પતિ સદામને ત્યાં ગયા હતા અને ઉપરોકત બાબતે તેમે ઠપકો આપ્યો હતો ત્યારે સદામ ઝઘડો કરવા લાગ્યો હતો અને ઝપાઝપી કરીને હસીનાબેનને નિચે પાડી દેતા તેઓને ઈજાઓ પહોંચી હતી હાલ બીટ જમાદાર વી.ડી.મેતાએ હસીનાબેનની ફરીયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી હળવદ હાઈવે ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલા અંબાણી સિરામિક નજીક રોડ ઉપર અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લેતા ત્યાં જ રહેતા દુર્ગેશ રાકેશભાઈ મિશ્રા નામના ૧૭ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો જ્યારે રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા રિઝવાન હનીફભાઇ જેડા નામના પાંચ વર્ષીય બાળકને મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલા વિરપર ગામ પાસેની નાલંદા સ્કૂલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો હાલ એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.








Latest News