વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર મુકાયા: ૧૯ મીએ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ
હળવદના ખેતરડીમાં થયેલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં આરોપીની ધરપકડ સામે કોર્ટે આપ્યો સ્ટે
SHARE
હળવદના ખેતરડીમાં થયેલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં આરોપીની ધરપકડ સામે કોર્ટે આપ્યો સ્ટે
હળવદના ખેતરડી ગામના બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થયેલ હતી અને આરોપીઓને પકડવા માટે પોલીસે કવાયત કરી રહી હતી ત્યારે આરોપીના વકીલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયધીશની કોર્ટમાં એફઆઇઆર રદ કરવા અને ધરપકડ સામે સ્ટે માટે અરજી કરી હતી જેથી કોર્ટે ધરપકડ સામે સ્ટે આપેલ છે
આ કેસમાં ફરિયાદીના નાના અંબિકા પ્રસાદને ખેતરડી ગામની સીમમાં સર્વે નંબર ૧૮૩ પૈકીની જમીન સરકાર તરફથી સાથણીમાં મળેલ હોય જે જમીન શ્રીસરકાર થઈ ગયેલ હોય જે જમીનનું ફરિયાદી પાસે કુલમુખત્યારનામું હતું જે જમીન ઉપર આ કામના આરોપી જગા વિહા ભરવાડ તથા લાલા વિહા ભરવાડ ભરવાડે ગેરકાયદેસર કબ્જો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખીને જમીન પચાવી પાડી ગુનો કરેલ છે તેવી ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં આપેલ હતી જેથી પોલીસે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી જો કે, આરોપીના એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયધીશની કોર્ટમાં એફઆઇઆર રદ કરવા અને કાયદાની જોગવાઈ ચેલેન્જ કરવા અરજી કરેલ હતી જે અરજીમાં તમામ દલીલોના અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટે આરોપી સામે નોંધાયેલી એફઆઇઆરમાં આરોપીની ધરપકડ કરવા સામે સ્ટે આપેલ છે અને બંને આરોપી તરફે મોરબી જિલ્લાના એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ પ્રેરક ઓઝા રોકાયેલા હતા.