માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે શક્તિ ચેમ્બરમાં ઉપરથી નીચે ફેંકીને યુવાનની હત્યા કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE













 

મોરબીના લાલપર પાસે શક્તિ ચેમ્બરમાં ઉપરથી નીચે ફેંકીને યુવાનની હત્યા કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ

 મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ શક્તિ ચેમ્બરમાં ઉપરના માળેથી નીચે ફેંકીને થોડા દિવસો પહેલા એક યુવાનની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે 

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ પાસે શક્તિ ચેમ્બર-૧ નજીક શનિવારે રાતે યુવાનની હત્યા કરવામાં આવી હતી જે ઘટનામાં મૃતક યુવાનના પિતા ભૂપતભાઇ ટાપુભાઇ સોલંકી (૭૬) રહે, દેવા ભગતની વાવની પાછળ ઇન્દિરાનગર સોસાયટી સુરેન્દ્રનગર વાળાની ફરિયાદ લેવામાં આવી હતી અને તેના દીકરા રણજીત ભૂપતભાઇ સોલંકી (૪૦) રહે, ચેતનભાઈ રબારીની ચા ની હોટલ લખધિરપુર રોડ મૂળ રહે સુરેન્દ્રનગર વાળાની મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર આવેલ પૂનમ કેસેટ પાસે રહેતા જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાઘર જાતે કચ્છી મિયાણાં અને વજેપર વિસ્તારમાં રહેતા મુન્નો અલારખાભાઇ પરમાર દ્વારા હત્યા કરવામાં આવી છે તેવી તેમણે ફરિયાદ લખાવી હતી જેમાં તેમણે લખાવ્યું હતું કે, તેના દીકરા રણજીત ભૂપતભાઇ સોલંકીને આરોપીઓ ગાળો આપતા હતા જેથી રણજીત સોલંકીએ “તમારા બન્નેથી કશું ન થાય” તેવું કહેતા આરોપીઓએ તેને ઉપાડીને શક્તિ ચેમ્બરની લોબીમાંથી ઉપરના માળેથી નીચે ફેંકી દીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું આ ગુનામાં મોરબી બી ડિવિઝન પોલીસ પીઆઇ વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહી હતી અને હત્યના આ બનાવમાં પોલીસે હાલમાં જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાઘર જાતે કચ્છી મિયાણાં (૨૮) રહે, મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર આવેલ પૂનમ કેસેટ પાસે અને મૂળ વવાણિયા વાળાની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News