મોરબીના લાલપર પાસે શક્તિ ચેમ્બરમાં ઉપરથી નીચે ફેંકીને યુવાનની હત્યા કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
મોરબી પોલીસે ડુપ્લિકેટ રેમડેસીવીર વેચવાના ગુનામાં પકડેલ મેડિકલ સ્ટોરનો સંચાલક જેલ હવાલે
SHARE
મોરબી પોલીસે ડુપ્લિકેટ રેમડેસીવીર વેચવાના ગુનામાં પકડેલ મેડિકલ સ્ટોરનો સંચાલક જેલ હવાલે
ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં મોરબીની પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં કુલ મળીને ૩૧ શખ્સોને હસ્તગત કર્યા હતા અને રિમાન્ડ પૂરા થતાં મોટાભાગનાને જેલ હવાલે કરવામાં આવ્યા છે તેવી જ રીતે છેલ્લે આ ગુનામાં પોલીસે એમપીમાં ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેંચનારા મેડિકલ સ્ટોરના સંચાલકની ધરપકડ કરેલ હતી જેને પણ હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે
રાજ્યમાં નકલી રેમડીસીવીર ઇન્જેકશનનું વેચાણ કરવામાં આવે છે તેવી માહિતી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરીને આંતર રાજ્ય કૌભાંડ પકડ્યું હતું જેમાં સૌ પ્રથમ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ શકિત ચેમ્બર-૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર-૩ માં ઓમ એન્ટીક ઝોન નામની ઓફીસમાં રેડ કરી હતી અને પોલીસે રાહુલ અશ્વિનભાઇ કોટેચા તથા રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણીની ધરપકડ કરી હતી ત્યાર બાદ પોલીસે અત્યાર સુધીમાં આ ગુનામાં મુખ્ય આરોપી કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ સહિત કુલ મળીને ૩૧ આરોપીને પકડવામાં આવેલ છે અને કરોડો રૂપિયાનો માલ પકડવામાં આવ્યો હતો આ ગુનામા અત્યાર સુધીમાં મોરબી, અમદાવાદ, સુરત, મુંબઈ, વાપી અને એમપીના શખ્સોને હસ્તગત કર્યા હતા તેવામાં પોલીસે ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં એમપીમાં મેડિકલ સ્ટોર ધરાવતા સરબજીતસિંગ મનજીતસિંગ મોખા જાતે શીખ (૫૫) સિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર જબલપુર વાળાની ધરપકડ કરેલ હતી અને પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં એમપીમાં કુલ મળીને ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેચનારા મેડિકલ સ્ટોરના સંચાલકને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”