વાંકાનેરમાં ભાજપ દ્વારા સાંસદની હાજરીમાં અબોલ જીવ માટે પાણીના કુંડનું વિતરણ કરાયું
મોરબીને સરકારી મેડિકલ કોલેજમાં અન્યાય છતાં મંત્રી-સાંસદ મૌન કેમ ?: રમેશ રબારી
SHARE
મોરબીને સરકારી મેડિકલ કોલેજમાં અન્યાય છતાં મંત્રી-સાંસદ મૌન કેમ ?: રમેશ રબારી
મોરબી શહેરમાં સરકારી મેડિકલ કોલેજ સ્થાપવાની ગુજરાત વિધાન સભામાં તત્કાલિન આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરેલ હતી જેથી જિલ્લાની પ્રજામાં આનદની લાગણી હતી જો કે, મોરબી સિવિલ હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવ્યું ત્યાર બાદ આરોગ્ય લક્ષી સુવિઘા માટે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઇ સુવિઘા મળેલ ન હતી. ત્યારે આ સરકારી કોલેજને લઈને લોકોને ઘણી અપેક્ષા હતી અને તે ખાનગી કરી નાખવામાં આવી છે તો પણ મંત્રી અને સાંસદ મૌન કેમ છે તેવો સવાલ કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ કર્યો છે
રાજ્યના તત્કાલીન આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા વિધાન સભાના ફોલર પરથી મોરબી જિલ્લા માટે સરકારી મેડિકલ કોલેજની જાહેરાત કરેલ હતી પરંતુ અચાનક તા. ૨૫ જાન્યુઆરીના ઠરાવથી ભારત સરકાર દ્વારા મોરબીની પ્રજા ને હળ હળ તો અન્યાય થાય તેવો નિર્ણય કરી મોરબી જિલ્લા ની પ્રજા પાસે થી મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ ઝૂંટવી લય કોઇ બેથી પાંચ મોરબીના ઉદ્યોગપતિઓએ ટ્રસ્ટ બનાવી આં ખાનગી મેડિકલ કોલેજનું સંચાલન આપી દેવાનો બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા નિર્ણય કર્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે અને આમ થશે તો મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને અને જનતાને ભવિષ્યમાં મોટો અન્યાય સહન કરવો પડશે
અત્રે ઉલેખનીય છે કે, ગીબશન મિડલ સ્કૂલમાં હંગામી ધોરણે મેડિકલ કોલેજ સ્થાપવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવા માં આવી હતી અને આગામી વર્ષથી મેડિકલ કોલેજમાં એડમિશન આપવાનું પણ નક્કી કરાયા બાદ સરકારે એક જ ઝાટકે મોરબી જિલ્લાને બદલે તાપી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજને ચાલુ કરવાની મંજૂરી આપી અને મોરબીમાં સરકારી મેડિકલ કોલેજને બદલે ખાનગી સંસ્થાને સોંપવા નક્કી કરતા મોરબી જિલ્લાની પ્રજા ની લાગણી દુભાય છે અને તેમ છતાં અહીના સાંસદ અને મંત્રી તેમજ ધારાસભ્યોએ મૌન છે
જો જિલ્લાને આરોગ્યક્ષેત્રે વધુ સુદ્રઢ અને સ્વાવલંબી બનાવવા માટે ભારત સરકારની સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ અંતર્ગત મેડિકલ કોલેજ સ્થાપવા અને હોસ્પિટલને આધુનિક બનાવવા માટે નક્કી કરી જીએમઈઆરએસ હેઠળ સમાવેશ કરવા નક્કી કર્યું હતું. તો ફેરફાર શા માટે કરવામાં આવ્યો તેવો સવાલ પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ અને કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ કર્યો છે