મોરબીને સરકારી મેડિકલ કોલેજમાં અન્યાય છતાં મંત્રી-સાંસદ મૌન કેમ ?: રમેશ રબારી
મોરબીને ખાનગી નહીં પણ સરકારી મેડિકલ કોલેજ આપવા જયસુખભાઇએ કેન્દ્રિય આરોગ્ય મંત્રીને કરી રજૂઆત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1649907654.jpeg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીને ખાનગી નહીં પણ સરકારી મેડિકલ કોલેજ આપવા જયસુખભાઇએ કેન્દ્રિય આરોગ્ય મંત્રીને કરી રજૂઆત
મોરબી ખાતે સરકારી મેડિકલ કોલેજની ફાળવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ હતી પણ મોરબીની ફાળવણી કેન્સલ કરીને સરકારી મેડિકલ કોલેજ તાપી જિલ્લાને આપવામાં આવેલ છે અને મોરબીને સરકારીને બદલે પીપીપીના ધોરણે ખાનગી મેડિકલ કોલેજની ફાળવણી કરવામાં આવેલ છે.
ત્યારે ગાંધીનગર ખાતે ઓરેવા ગ્રૂપના સુપ્રીમો જયશુખભાઈ પટેલએ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ત્યારે જયસુખભાઇએ મોરબીને ફળવાયેલ સરકારી મેડિકલ કોલેજ કેન્સલ ન કરવા મોરબીના લોકો વતી રજૂઆત કરી હતી અને આ મુદે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવેલ હતી. તદુપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના આશરે એક કરોડ લોકોનો એગ્રીકલ્ચર તથા પીવાના પાણીના પ્રશ્નના ઉકેલ સ્વરૂપ લોક કલ્યાણકારી અને ગુજરાત માટે ગૌરવ સમાન એવી રણ સરોવર યોજના પર પણ પોઝિટિવ દિશામાં સવિશેષ ચર્ચા થયેલ હતી
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)