મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરામાં વડીલોપાર્જિત મકાનના વેચાણથી થયેલ આવકમાં ભાગ માંગતા ભાઈને ભાઈએ માર માર્યો


SHARE









મોરબીના રોહીદાસપરામાં વડીલોપાર્જિત મકાનના વેચાણથી થયેલ આવકમાં ભાગ માંગતા ભાઈને ભાઈએ માર માર્યો

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરામાં વડીલોપાર્જિત મકાનના વેચાણથી આવેલ રકમમાં પૂરતો ભાગ આપવા માટે ભાઇએ તેના ભાઇને કહ્યું હતું જે બાબતે સારું નહીં લાગતાં યુવાનને તેના સગા ભાઇએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં દશામાના મંદિરની પાછળના ભાગમાં રહેતા પરસોત્તમભાઈ હીરાભાઈ ચાવડા (ઉમર ૩૮) એ હાલમાં તેના સગાભાઇ મુકેશ ઉર્ફે ખાટો હીરાભાઈ ચાવડાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના રોહીદાસપરા વિસ્તારની અંદર તેમનું વડીલોપાર્જિત જૂનું મકાન આવેલ છે જે મકાન વેચાણથી આવેલ રકમમાં તેને પૂરતો ભાગ આપવા માટે પરસોત્તમભાઈએ તેના સગા ભાઈ મુકેશભાઈને કહ્યું હતું જેથી મુકેશભાઈએ ઉશ્કેરાઈ જઈને લોખંડના પાઇપ વડે પરસોતમભાઈને માર માર્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા પરસોત્તમભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના સગા ભાઈની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News