મોરબીના રોહીદાસપરામાં વડીલોપાર્જિત મકાનના વેચાણથી થયેલ આવકમાં ભાગ માંગતા ભાઈને ભાઈએ માર માર્યો
મોરબીના ગૂંગણ પાસે નદીમાં ડૂબી જવાથી યુવાન-સુંદરગઢ ગામે વાડીની કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
SHARE
મોરબીના ગૂંગણ પાસે નદીમાં ડૂબી જવાથી યુવાન-સુંદરગઢ ગામે વાડીની કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
મોરબી તાલુકાના ગૂંગણ ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું તો હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં વાડીમાં આવેલ પાણીની કુંડીમાં ડૂબી જવાથી એક વર્ષનાં બાળકનું મૃત્યુ નિપજયું છે આ બંને અકસ્માતના બનાવની સ્થાનિક પોલીસ મથકોમાં જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં વાડી વિસ્તારમાં આવેલ ઠાકરશીભાઈ પરમારની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુરના અંબા ગામના રહેવાસી ગીરીશભાઈ રાઠવાનો એક વર્ષનો દીકરો વંશ વાડીમાં બનાવવામાં આવેલ પાણીની કુંડીમાં અકસ્માતે ડૂબી ગયો હતો જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી તાલુકાના ગૂંગણ ગામ પાસેથી પસાર થતી નદીમાં ગુંગણ ગામે રહેતો મહેશભાઈ જેસીંગભાઇ સુરેલા (ઉમર ૨૫) નામનો યુવાન અકસ્માતે ડૂબી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને તેના સગા વિક્રમભાઈ જેસીંગભાઇ સુરેલા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇને આવ્યા હતા અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી