મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ પાર્ક કરેલા બાઇકની ચોરી


SHARE













હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ પાર્ક કરેલા બાઇકની ચોરી

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં વાડીએ પાર્ક કરેલા બાઇકની કોઈ અજાણ્યા ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા રાજેશભાઈ મૂળજીભાઈ નંદેસરિયા જાતે ઠાકોર (ઉમર ૩૦) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા.૧૬-૩ ની રાતે કોઇ અજાણ્યો શખ્સ તેમની વાડીએ તેનું બાઇક નં. જીજે ૩૬ એબી ૯૦૦૮ પાર્ક કરીને મૂક્યું હતું તેની ચોરી કરી ગયેલ છે.જેથી હાલમાં ૩૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે લાલબાગ પાછળ આવેલા રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કરણ સંજયભાઈ રાવળદેવ નામના ૧૭ વર્ષીય યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને ગત મોડી રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા બીટ વિસ્તારના જવાબદાર જગદીશભાઈ ડાંગરે આગળની તપાસ હાથ ધરી હતી.જ્યારે મોરબી તાલુકાના આમરણ ગામના વતની વલ્લભભાઈ દેવકરણભાઈ કાસુન્દ્રા નામના ૬૨ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં જીરાગઢ ગામ પાસે તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી વલ્લભભાઈ કાસુન્દ્રાને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.બનાવની જાણ થતાં પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આરોપી ઝડપાયો

મોરબીના પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અધિકારીઓને સૂચના આપી છે જેથી તે મુજબ કામ કરવામાં આવી રહ્યું છે અને હાલમાં પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ હકિકત આધારે મોરબી તાલુકામાં નોંધાયેલ અકસ્માતના ગુનામાં નાસતા ફરતા આરોપી સંજયભાઇ મણીલાલ ચૌહાણ જાતે કોળી (ઉ.૨૨) મૂળ.રહે. જાલીમપુરા તાલુકો સજ્જનગઢ (રાજસ્થાન) હાલ રહે.કંસુમરા જીઆઇડીસી ભાવેશભાઇ પ્રજાપતિના ઇંટોના ભઠ્ઠામાં તાલુકો જામનગર વાળાની ધરપકડ કરવામાં આવી છે








Latest News