મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં સગાને ઘરેણા લઈ આપ્યા બાદ આપેલ ચેક પરત ફરતાં એક વર્ષની કેદ તેમજ ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE













મોરબીમાં સગાને ઘરેણા લઈ આપ્યા બાદ આપેલ ચેક પરત ફરતાં એક વર્ષની કેદ તેમજ ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ

નેગોશીયેબલના કેસમાં એટલેકે ચેક રીટર્નના કેશમાં કોર્ટે આરોપીને સજા ફટકારેલ છે.કેશની હકીકત એવી છે કે આરોપીએ તેમના સંબંધીને ફરીયાદીની સોનીની દુકાનેથી ઘરેણા અપાવેલ હતા અને તે પેટે આરોપીએ ફરીયાદીને રૂ।.૨,૫૬,૦૦૦ નો ચેક ફરીયાદી પેઢી ચોક્સી બધર્સના નામનો સહી કરીને આપેલ જે ચેક ફરીયાદીએ તેમના ખાતામાં જમા કરાવવા રજુ કરતા ચેક "ઇનસફીસીયન્ટ ફંડ"ના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ આરોપીને નેગોશીયેબલ એક્ટની કલમ ૧૩૮ તળે નોટીશ આપી હતી. છતા આરોપીએ ફરીયાદીને ચેકની બાકી લેણી રકમ વસુલ ન આપતા ફરીયાદીએ તેની સામે મોરબીની જી.ફ.જ્યુ.મેજી.કુ.ક.ની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરાવ્યો હતો તે કેસમાં કોર્ટે ફરીયાદીની જુબાની તથા રજુ રાખેલ આધાર પુરાવાઓ ધ્યાને લઇ તથા ફરીયાદ પક્ષે રજુ રાખેલ દલીલો ધ્યાને લઇ આરોપીને નેગોશીયેબલ એક્ટની કલમ -૧૩૮ ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજા ભોગવાનો તા.૧-૪-૨૦૨૨ ના રોજ હુકમ ફરમાવ્યો હતો. તથા વિવાદીત ચેકની બાકી નીકળતી રકમ રૂા.ર,૫૬,૦૦૦ ની ડબલ રકમ એટલે કે રૂ।.૫,૧૨,૦૦૦ નો આરોપીને દંડ ફરમાવવામાં આવેલ તથા તે દંડમાંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કશુર થયેથી આરોપીએ વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.આ અંગે ફરીયાદી ચોકસી બ્રધર્સ તરફેથી જાણીતા એડવોકેટ બી.બી.હડીયલ રોકાયેલા હતા.








Latest News