મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવામાં યુવાને ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE













હળવદના ચરાડવામાં યુવાને ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો

 

હળવદ તાલુકાના ચરાડવા ગામે યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા હમીરભાઈ ચાવડા જાતે દલવાડીના દીકરા ભાવેશભાઈ હમીરભાઇ ચાવડા જાતે દલવાડી (ઉંમર ૩૧) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં હાલમાં હળવદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

 આરોપી પકડાયો

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનું થોડા સમય પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું જેથી પોકસો સહિતની કલમો હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી દરમિયાન આ ગુનામાં પોલીસે અંકિત રાજેશ ક્સવાર (ઉંમર ૨૦) રહે મૂળ એમપી હાલ મેટ્રો સીરામીક લખધીરપુર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની ત્રણ બોટલ

હળવદ શહેરમાં હરી દર્શન હોટલની બાજુમાં આવેલ કુળદેવી કૃપા ગેરેજ બાજુમાંથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી ત્રણ બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે ૧૧૨૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને બળદેવ ઉર્ફે જેઠો ધીરુભાઈ વિઠલાપરા જાતે કોળી (ઉંમર ૩૨) રહે રાણેકપર રોડ હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.








Latest News