મોરબીમાં જમવાની વાતમાં બોલાચાલી થયા બાદ છરી વળે હુમલો
SHARE
મોરબીમાં જમવાની વાતમાં બોલાચાલી થયા બાદ છરી વળે હુમલો
મોરબીના નવલખી રોડ લાયન્સનગર વિસ્તારમાં જમવાની બાબતમાં બોલાચાલી થયા બાદ આધેડ ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના નવલખી રોડ સેંટમેરી ફાટક પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં સરમરીયા દાદાના મંદિર પાસે રહેતા પ્રવિણભાઇ દુર્લભજીભાઈ જાનવા નામના પચાસ વર્ષીય આધેડની ઉપર પગના ભાગે છરી વડે હૂમલો કરવામાં આવ્યો હોય તેઓને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જમવાની બાબતમાં થયેલ બોલાચાલી બાદ વિશ્વાસ નામના ઈસમે છરી વળે પ્રવીણભાઈ ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઇ મેતાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ લખધીરવાસમાં રહેતા દિપકભાઇ પ્રવિણચંદ્ર નામનો ૪૫ વર્ષીય યુવાન ગાંધીચોક પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા દીપકભાઈને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે હળવદ તાલુકાના રણજીતગઢ ગામના રહેવાસી સંજયભાઈ વિરજીભાઇ કોરડીયા નામનો ૪૧ વર્ષીય યુવાન હળવદમાં આવેલ જી માર્ટ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી સંજય કોરડીયાને પણ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતપરા વિસ્તારમાં રહેતા કપિલદેવ જ્ઞાની નામના ૩૫ વર્ષીય યુવાનને મોરબી-વાંકાનેર હાઇવે જુની કુબેર ટોકીઝ પાસે આવેલ વિકાસ વિદ્યાલયની પાછળના ભાગે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના જસપાલસીંહ જાડેજાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.