મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી : લેન્કો એલ્યુમિની એસોસિયેશનની નવી ટીમનો શપથગ્રહણ સમારોહ યોજાયો


SHARE













મોરબી : લેન્કો એલ્યુમિની એસોસિયેશનની નવી ટીમનો શપથગ્રહણ સમારોહ યોજાયો

લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ મોરબી ખાતે તાજેતરમાં કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન લેન્કો એલ્યુમિની એસોસિયેશનની નવી ટીમનો શપથગ્રહણ સમારંભ પ્રિન્સીપાલ,લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ મોરબીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

વિદાય લેતા પ્રમુખ લેન્કો જનકભાઈ પટેલ અને સેક્રેટરી લેન્કો બાબુભાઈ વાઘાણી દ્વારા નવી ટીમમાં  પ્રમુખ તરીકે લેન્કો અમૃત મેનપરા, ઉપપ્રમુખ તરીકે લેન્કો હસમુખ ઉભડીયા, સેક્રેટરી તરીકે લેન્કો જયદેવ શાહ અને લેન્કો નારસંગ હુંબલની નિયુક્તિ કરવામાં આવી હતી..લેન્કો બાબુભાઈ વાઘાણી ગ્લોબલ કોર્ડીનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.જ્યારે લેન્કો એલ્યુમિની એસોસિયેશન મોરબી ચેપ્ટરના પ્રમુખ તરીકે લેન્કો પરેશ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ સંસ્થાની ૧૯૯૫ માં સ્થાપના કરવામાં આવી છે. સ્થાપક પ્રમુખ  અને આ એસોસિયેશનના સ્વપ્ન દ્રષ્ટા એવા હરીશભાઈ રંગવાલા આ સંસ્થાના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહે છે.આ સંસ્થા દ્વારા દર વર્ષે કોલેજમાં વિવિધ વિદ્યા શાખાઓ માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં વિધાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. હાલ વિવિધ વિદ્યા શાખાઓ અને વિષયોમાં કુલ ૧૨ ગોલ્ડ મેડલ આપવામાં આવે છે.તદુપરાંત કોલેજમાં હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નાની મોટી તમામ જરુરીયાતોને પહોંચી વળવા લેન્કો એલ્યુમિની એસોસિયેશન સતત પ્રયત્નશીલ રહે છે.નજીકના ભવિષ્યમાં કોલેજ કેમ્પસ ખાતે એક આદર્શ લાયબ્રેરી બનાવવાનું આયોજન છે જેમાં કોલેજમાં ભણાવવામાં આવતા વિષયોના અદ્યતન પુસ્તકો, મેગેઝિન તથા જર્નલ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ પ્રસંગે સંસ્થા દ્વારા યોજવામાં આવેલ પહેલા ગોલ્ડ મેડલ ફંકશન અને કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ એન.આર.દવેએ પોતાના કાર્યકાળ દરમિયાન કોલેજ અને વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આપેલી સેવાઓનું સન્માન કરતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં એલ.ઈ.કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રોફેસર ડો. માયા વાઘવાણીએ કર્યું હતું.








Latest News