મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં કોળી સમાજ દ્વારા ધામધુમપુર્વક વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાઇ


SHARE













મોરબી-વાંકાનેરમાં કોળી સમાજ દ્વારા ધામધુમપુર્વક વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાઇ

મોરબી તેમજ વાંકાનેર સહિત જીલ્લામાં આજે તા.૧૬-૪ ને શનિવારના રોજ સમસ્ત કોળી સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વેલનાથબાપુની જન્મજયંતી નિમિતે શોભાયાત્રા યોજવામાં આવી હતી.જેમાં શોભાયાત્રા, સભા સંબોધન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયેલ હતા.બહોળી સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાયા હતા.

મોરબી, માળીયા(મી.), હળવદ, વાંકાનેર તેમજ ટંકારા તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો વસવાટ કરે છે.કોળી સમાજ દ્વારા દર વર્ષે વેલનાથ જયંતિ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરતો હોય છે જે મુજબ આજે તા.૧૬-૪ ને શનિવારના રોજ પણ વેલનાથ જયંતિની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીમાં શોભાયાત્રા સવારે ૮ વાગ્યે સ્ટેશનરોડ સ્થિત જડેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી હતી.જે સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, પરાબજાર, નગર દરવાજા ચોક, તખ્તસિંહજી રોડ, ગેસ્ટ હાઉસ થઇને મોરબીના  સામાકાંઠે પહોંચેલ ત્યાં ત્રાજપર ચોકડી ,કુબેર સિનેમા પાસે થઇને સો ઓરડીમાં સમાજની બોર્ડિંગ ખાતે બપોરે પુર્ણ થયેલ અને બાદમાં જિલ્લા સેવાસદન પાછળ આદર્શ નિવાસ શાળાના ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધન અને મહાપ્રસાદ યોજાયો હતો.જેમાં હળવદ-ધ્રાગંધ્રાના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, મોરબી જિલ્લા કોળી સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા એડવોકેટ દિલીપભાઇ અગેચાણીયા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.








Latest News