મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખની દિકરી રાગી જીજ્ઞેશભાઈ કૈલાના મુખે મહિષાસુર મર્દિની સ્ત્રોત સાંભળીને પ્રધાનમંત્રી પણ પ્રભાવીત થયા


SHARE













મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખની દિકરી રાગી જીજ્ઞેશભાઈ કૈલાના મુખે મહિષાસુર મર્દિની સ્ત્રોત સાંભળીને પ્રધાનમંત્રી પણ પ્રભાવીત થયા

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા તેની દીકરી રાગી સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત કરી હતી.

આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને જીગ્નેશ કૈલા સાથે મોરબીની જૂની યાદોને વગોળીને મોરબી સાથેની અતૂટ લાગણીનો નાતો યાદ કર્યો હતો. મોરબીમાં ચાલી રહેલા વિકાસના કામો અને જરૂરી વ્યવસ્થાની ખાસ ચર્ચાઓ કરી હતી મોરબીના મચ્છુ ડેમમાં રહેલા મોરબીવાસીઓના પીવાના અને ખેડૂતોના સિંચાઈના પાણી માટેની પણ પૂછપરછ કરી હતી.આ ઉપરાંત મોરબીના કોરોના બાદની મોરબી વાસીઓનો સ્થિતિ અને કોરોનાની બીજી લ્હેરમાં મોરબીવાસીઓએ કરેલી વિપરીત પરિસ્થિતિ નો તાગ મેળવી મોરબી નું મનોબળ મજબૂત હોવાનું જણાવી મજબૂત મોરબીથી પણ સંબોધન કર્યું હતું તે સિવાય મોરબીમાં વિદ્યાર્થીઓ તેમજ પાયાની સુવિધાઓ પણ આગામી સમયમાં ક્યાં સ્તરે વિકસી તેની માહિતી મેળવી હતી.મોરબી ભાજપના કાર્યકરો અને તેના પરિવાર વિશે પણ માહિતી મેળવી હતી અને મોરબીની હાલની ભૌગોલિક અને રાજકીય સ્થિતનો પણ તાગ મેળવ્યો હતો.આ સમયે મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા તેના પતિ અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને તેની દીકરી રાગીએ પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરી હતી જેમાં મોરબીના આગામી સમયમાં જરૂરી વિકાસના કામો માટે પણ જીલ્લા પંચાયત ઉપપ્રમુખએ રજુઆત કરી હતી








Latest News