ગુજરાતમાં ૮ અબજ રામ નામ મૂકેલી ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ વર્ચ્યુયલ અનાવરણ
SHARE
ગુજરાતમાં ૮ અબજ રામ નામ મૂકેલી ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ વર્ચ્યુયલ અનાવરણ
મોરબીના ભરતનગરથી બેલા ગામ તરફ જવાના રસ્તા ઉપર ખોખરા હનુમાન હરિહર ધામ આવેલ છે ત્યાં હનુમાનજી મહારાજની ગુજરાતની સૌથી ઊંચી ૧૦૮ ફૂટની મુર્તિ મૂકવામાં આવી છે જે ગુજરાતના ગૌરવસમી મૂર્તિનું આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુયલ અનાવરણ કર્યું હતું અને આ ભવ્ય મુર્તિમાં કુલ મળીને ૮ અબજ રામ નામ લખેલી બુકને મૂકવામાં આવી છે માટે આવી હનુમાનજીણી ભારતની આ પ્રથમ મુર્તિ છે.
ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે કનકેશ્વરીદેવીજીના વ્યાસાશને હાલમાં રામકથા ચાલી રહી છે અને દરરોજ લાખોની સંખ્યામાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે લોકો રામકથાનું રસપાન કરી રહ્યા છે અને કથામાં આવતા ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવી રહ્યા છે. અને રોજ કથા સાંભળવા માટે ખોખર હનુમાન હરિહર ધામ ખાતે આવતા હજારો ભાવિકો કથાશ્રવણ સાથે મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહીત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌ શાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે.
આજે અંતિમ દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કથામાં વર્ચ્યુયલ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે હનુમાનજીની ૧૦૮ ફુટ ઉંચી મુર્તિનું વરચ્યુલી અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તેઓએ લોકોનું સંબોધન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે હરિશ્ચંદ્ર નંદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત હનુમાનજીની આ મૂર્તિમાં ૧૫૦૦ ટન સ્ટીલ, સિમેન્ટ અને અન્ય મટીરીયલ્સ ઉપયોગ કરવામાં આવેલ છે.
રામકથાકાર અને ૧૦૦૮ મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીજીએ જણાવ્યુ હતું કે, આ મૂર્તિની સૌથી મોટી વિશેષતાએ છે કે, આ મુર્તિમાં ૮ અબજ જેટલા રામ નામ લખેલ બૂકોને મુકવામાં આવેલ છે આ રીતે જોવા જઇએ તો ભારતદેશની આ સૌ પ્રથમ મુર્તિ છે જેની અંદર ૮ અબજ જેટલા રામ નામ લખીને મૂકવામાં આવેલા છે અને ભક્તિના ધામની સાથોસાથ આગામી દિવસોમાં સેવા અને શિક્ષણનું પણ ધામ બની રહે તેવું આયોજન ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે કરવામાં આવ્યું છે અને ભક્તો તેમજ અનુયાયીઓ તરફથી પૂરતો સહકાર મળી રહ્યો છે.
આ અગાઉ આ ટ્રસ્ટ દ્વારા ભારતમાં એક ૧૦૮ ફૂટની ઊંચી હનુમાનજીની મૂર્તિ બનાવવામાં આવી છે અને હજુ આગામી સમયમાં વધુ બે અલગ અલગ વિસ્તારની અંદર આવી જ ૧૦૮ ફૂટની મુર્તિ બનાવવા માટેનું આ સંસ્થાનું આયોજન છે ખાસ કરીને આ હરિશ્ચંદ્ર નંદા એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપક છે તેઓને હનુમાનજીમાં ખૂબ જ શ્રદ્ધા છે માટે તેઓએ સંકલ્પ કર્યો હતો કે દેશના ચારેય ખુણે હનુમાનજીની ૧૦૮ ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ તેઓ દ્વારા કરવામાં આવશે આ તકે સંતો-મહંકો તેમજ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર તોમર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, સાંસદો, ધારાસભ્યોએ અને ભાજપના આગેવાનો હોદેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હજારોની સંખ્યામાં છેલ્લા દિવસે કથા શ્રાવણ અને નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા માટે અને હનુમાન જયંતિના દિવસે દાદાના દર્શન કરવા માટે વિશાળ સંખ્યામાં લોકો આવ્યા હતા.