મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડી પાસે બોલેરો ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ : ગુનો નોંધાયો


SHARE









મોરબીની લીલાપર ચોકડી પાસે બોલેરો ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ : ગુનો નોંધાયો

મોરબીની રવાપર ચોકડીથી લીલાપર ચોકડી તરફ જવાના રસ્તા ઉપર બોલેરો કાર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક ચાલક યુવાનને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે આવ્યો હતો અને હાલમાં ભોગ બનેલા યુવાનના ભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બોલેરોના ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની રવાપર ચોકડીથી લીલાપર ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન પોતાનું બાઇક નંબર જીજે ૩ એચ જે ૯૧૯૭ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને બોલેરો નંબર જીજે ૩૬ ટી ૪૨૯૪ ના ચાલકે તેને અડફેટે લીધો હતો જેથી કરીને યુવાનને માથામાં હેમરેજ અને હાથે-પગે ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને હાલમાં યુવાનના ભાઈ જયભાઈ દિનેશભાઇ સોલંકી (ઉમર ૨૪) રહે. જેલ રોડ વણકરવાસ મોરબી વાળાએ પંચાસર ગામે રહેતા કૃષ્ણરાજ ઉર્ફે કાનો ની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તકલીફ કરે છે.

વાહન અકસ્માતમાં ઈજા

વાંકાનેર તાલુકાના તીથવા ગામનો રહેવાસી રિયાઝુદ્દીન અલાઉદ્દીન શેરસીયા નામનો ૨૬ વર્ષીય યુવાન ગામ નજીક આવેલા બેઠા પુલ પાસેથી બાઈકમાં જતો હતો તે દરમિયાનમાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત રિયાઝુદ્દીનને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે જસદણ નજીક આવેલા જુના જસાપર ગામે રહેતા વિજયભાઈ સીતારામભાઈ કુબાવત નામના ૫૨ વર્ષિય આધેડ મોરબીના વાવડી રોડ ભગવતીપરાના નાકેથી જતા હતા ત્યાં રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત વિજયભાઈ કુબાવતને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના રહેવાસી યોગેશભાઈ ગૌરીશંકરભાઈ ભોગાયતા નામનો ૩૧ વર્ષીય યુવાન ગુંદા ગામ પાસેથી બાઇક લઇને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત યોગેશ ગૌરીશંકર ભોગાયતાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News