મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

દેવસ્થાનોમાં સારી સફાઈ રાખીને લોકોને સફાઈનું શિક્ષણ દેવ સ્થાનમાંથી મળશે તો તેના દેશમાં સારા પરિણામો મળશે: નરેન્દ્ર મોદી


SHARE













દેવસ્થાનોમાં સારી સફાઈ રાખીને લોકોને સફાઈનું શિક્ષણ દેવ સ્થાનમાંથી મળશે તો તેના દેશમાં સારા પરિણામો મળશે: નરેન્દ્ર મોદી

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હરિદ્વાર ધામ ખાતે મુકવામાં આવેલ હનુમાનજી મહારાજની ૧૦૮ ફૂટની મૂર્તિનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે તેઓએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે સૌરાષ્ટ્રની ભૂમિ એ તપોભૂમિ છે અને અહીંયા શ્રદ્ધાની સાથે જુદા જુદા સેન્ટર ઉપર આવકના સાધનો પણ વધી રહ્યા છે અને આસ્થાનું કોઈ પણ કામ હોય તેમાં દાતાઓની કમી રહેતી નથી અને તે કામથી પૂર્ણ થતાં જ હોય છે ખાસ કરીને તેઓએ મોરબીમાં વર્ષો પહેલા આવેલ જળ હોનારત અને ભૂકંપના પ્રસંગોને પણ યાદ કર્યા હતા અને તે સમયે કરેલી સેવાકીય કામગીરીની પ્રેરણા તેઓને કેશવાનંદ બાપુના આશ્રમ ખાતેથી મળી હતી તેવું જણાવ્યુ હતું

કેશવાનંદ બાપુની તપોભુમી એવા ખોખરા હનુમાનજી મહારાજ મંદિર ખાતે હાલમાં ૧૦૮ ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે જેનું અનાવરણ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનોદભાઇ ચાવડા, સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ સ્થળ ઉપર ચાલતી કનકેશ્વરીદેવીની રામકથામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાયા હતા અને તેઓએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે સૌરાષ્ટ્રની ભુમી એ તપોભૂમિ છે અને અહીંયા જુદાજુદા દેવસ્થાન ઉપર જે રીતે છેલ્લા વર્ષોમાં વિકાસ કામો થયા છે તેની સાથોસાથ સ્થાનિક લેવલે આવકના સાધનો પણ વધી રહ્યા છે અને ટુરિઝમ વિકસાવવાની તાકાત અહીંના લોકોમાં છે જેથી ધીમે ધીમે લોકોની આવક પણ વધી રહી છે તેની સાથે તેઓ એવું પણ જણાવ્યું હતું કે સ્વચ્છતાને લઈને સમગ્ર દેશની અંદર કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જો દેવસ્થાનોની અંદર સારી રીતે સફાઈ રાખવામાં આવે તો લોકોને સફાઈનું શિક્ષણ દેવ સ્થાનમાંથી મળશે અને તેના સારા પરિણામો સમગ્ર દેશની અંદર આગામી સમયમાં જોવા મળી શકે તેમ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સેવા અને સમર્પણની મૂર્તિ હનુમાનજી છે અને હનુમાનજીએ લોકોને કર્મકાંડ વાળી વ્યક્તિ નહીં પરંતુ સેવા અને સમર્પણની ભક્તિના દર્શન કરાવ્યા છે અને તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન ખાસ કરીને ભગવાન શ્રીરામની સેવા કરીને પોતાની ઊંચાઈ વધારી છે અને ખાસ કરીને જો વાત કરીએ તો તેમણે આ સાથે એવી પણ ટકોર કરી હતીકે જો લોકો સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરતા હશે તો સ્થાનિક લોકોની આવક અને રોજગારીમાં વધારો થશે અને હાલમાં તે દેશભરની અંદર જે કામગીરી કરી રહ્યા છે તેની હનુમાનજીમાંથી પ્રેરણા લઇ રહ્યા છે અને ભારતના ૧૩૦ કરોડ લોકોની અંદર રામના સ્વરૂપને જોઇને તે ભાવના સાથે તમામ લોકોની સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરી રહ્યા છે અંતમાં તેઓએ મોરબીના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ તેમજ રાજકોટના અને જામનગરના સ્થાનિક ઉદ્યોગની પણ વાત કરતાં જણાવ્યું હતું કે આ જિલ્લાઓમાં મિનિ જાપાન બની રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે તેઓએ હોનારત સમયે મોરબીમાં કામગીરી કરી હતી ત્યારે તેઓનો સંપર્ક કેશવાનંદ બાપુ સાથે થયો હતો અને તે સમય કરેલી કામગીરીના અનુભવમાંથી ૨૦૦૧ માં આવેલ ભૂકંપ વખતે કામગીરી કરી હતી આમ મોરબીના સુખ અને દુઃખમાં ભાગીદાર બનવાનું સૌભાગ્ય તેઓને મળ્યું છેતેવી લાગણી વ્યક્ત કરી હતી

હરિશ્ચંદ્ર નંદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલમાં ભારતના જુદા-જુદા ચાર સેન્ટરો ઉપર ૧૦૮ પૂરની હનુમાનજી મહારાજની મૂર્તિ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વર્ષ ૨૦૧૦ ની અંદર શિમલા ખાતે સર્વપ્રથમ ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે હાલમાં તે વિસ્તાર જ નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર આકર્ષણનું કેન્દ્ર બની છે તેવી જ રીતે બીજી ૧૦૮ ફૂટની હનુમાનજી મહારાજની મૂર્તિ હાલમાં ખોખરા હનુમાન ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવી છે જેથી આગામી સમયમાં ખોખરા હનુમાન પણ લોકો માટે શ્રધ્ધા સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી








Latest News