મોરબીમાં ક્રિડા ભારતી દ્વારા કેસરબાગમાં કબડ્ડી સ્પર્ધા યોજાઇ
મોરબી જિલ્લામાં સરકારી શાળાની પોલ ખોલવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં
SHARE
મોરબી જિલ્લામાં સરકારી શાળાની પોલ ખોલવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શિવાજી ભાઈ ડાંગર, મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિલ્હીથી આવેલા શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ જ્યારે ગુજરાતનો પ્રવાસ કરી ભાવનગરની અમુક સ્કૂલોની મુલાકાત કરી હતી અને તે સમયે આમ આદમી પાર્ટી દ્વારા એક whatsapp નંબર જાહેર કરવામાં આવ્યો હતો જે નંબર પર તમામ કાર્યકર્તાઓ દ્વારા તેના ક્ષેત્રની તમામ સ્કૂલોની મુલાકાત લઇ અને જે સ્કુલોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ હોય અથવા એ સ્કૂલનો બિલ્ડીંગ ખરાબ હોય તો તેમના ફોટા અને વિડીયો બનાવી તે નંબર પર મોકલવા જેથી કરી તે તમામ વિગતો આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પ્રધાનમંત્રી સુધી પહોંચાડવામાં આવશે તેને લઈને આ પ્રેસ કોન્ફરન્સ પરેશભાઈ પારિયા, ચેતનભાઇ લોરીયા, તથા ભવદીપસિંહ ઝાલાએ મોરબી જિલ્લામાં આવેલ સરકારી શાળામાં સુવિધા ન હોય તો તે શાળાને લગતા ફોટો આપવા માટે આહવાન કર્યું છે