મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિડા ભારતી દ્વારા કેસરબાગમાં કબડ્ડી સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીમાં ક્રિડા ભારતી દ્વારા કેસરબાગમાં કબડ્ડી સ્પર્ધા યોજાઇ

હનુમાન જયંતીના દિવસે મોરબીમાં ક્રિડા ભારતી દ્વારા કેસર બાગ ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિનેશભાઇ વડસોલા(શૈક્ષીક મહાસંઘ), લલિતભાઈ ભાલોડીયા તેમજ મહેશભાઈ (આરએસએસ), કિશોરભાઈ શુક્લ (સંસ્કૃત ભારતી) વગેરે હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ક્રિડાભારતી વિશે તેમજ જીવનમાં ખેલ કુદનું મહત્વ સમજાવતી માહિતી આપેલ અને આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની અલગ અલગ શાળામાંથી ૧૯ શાળાએ અંડર – ૧૪ અને અંડર – ૧૭  માં કુલ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમાં ક્રિડા ભારતી મોરબી તરફથી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને હનુમાન ચાલીસા આપવામાં આવી. આ સ્પર્ધાના ફાઈનલમાં અંડર- ૧૪ માં આદર્શ નિવાસી શાળા અને અંડર- ૧૭ માં આર્ય વિધાલય ટંકારની ટિમ  વિજેતા થયેલ છે અને અંતમાં ક્રિડા ભારતીના મંત્રી હિતુભાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાઓને અભિનંદન પાઠવેલ અને તમામ ટીમના કોચ અને નિર્ણાયકઓને ક્રિડા ભારતી તરફથી યાદગારી સ્વરૂપે સ્મૃતિપત્ર આપવામાં આવેલ હતું આ કાર્યક્રમનું સંચાલન કૌશલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. અને રેફરી તરીકે ધર્મરાજસિંહ તેમજ જાગૃતિબેન વગેરેએ ફરજ બજાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહ મંત્રી ધર્મેન્દ્રભાઈ સહિતના ક્રીડા ભારતીના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.








Latest News