મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પ્રવાસ યોજાયો
ટંકારાના ધ્રુવનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાને સારવારમાં ખસેડાઇ
SHARE
ટંકારાના ધ્રુવનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાને સારવારમાં ખસેડાઇ
ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં વાડી રહીને મજૂરી કામ કરતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે તાત્કાલિક ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ મહિલાને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવ નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે વિજયભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતા મૂળ દાહોદના પાવ ગામના રહેવાસી શંકરભાઈ પરમાર જાતે આદિવાસીના પત્ની નંદાબેન પરમાર (ઉંમર ૨૧) એ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો બે વર્ષનો છે અને તેને સંતાનમાં એક ચાર મહિનાની દીકરી છે હાલમાં પરણિતા સંપૂર્ણ ભાનમાં હોય પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે