મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયામાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વેવાઈએ વેવાઈને માર માર્યો: ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરના મેસરીયામાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વેવાઈએ વેવાઈને માર માર્યો: ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને વેવાઈ વચ્ચે જામી પડી હતી અને યુવાન અને તેના પિતાને વેવાઈ તેમજ તેના દીકરાઓએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા દિનેશભાઇ મોહનભાઇ કોબિયા જાતે કોળી (ઉંમર ૪૦)એ હાલમાં તેના ભાઈના વેવાઈ હીરાભાઈ માલકિયા, અશ્વિનભાઈ હીરાભાઈ માલકિયા અને ચનાભાઈ હીરાભાઈ માલકિયા રહે. ત્રણેય મેસરીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી હીરાભાઈની દીકરી તેઓના ભાઈ બાબુભાઈના ઘરે સાસરે છે અને બાબુભાઈની દીકરી આરોપી હીરાભાઈના ઘરે સાસરે છે જે બાબતે અગાઉ અવારનવાર બોલાચાલી અને ઝઘડો થયેલા હતા તે બાબતનો ખાર રાખીને હીરાભાઈ માલકિયા, અશ્વિનભાઈ અને ચનાભાઈએ તેની સાથે માથાકૂટ કરી હતી અને હીરાભાઈએ લાકડાના ધોકા વડે તેને માથામાં અને પગમાં માર માર્યો હતો તેમજ તેના પિતા મોહનભાઈને ત્રણેય આરોપીઓએ ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી હાલમાં ભોગ બનેલા યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે








Latest News