વાંકાનેરના મેસરીયામાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વેવાઈએ વેવાઈને માર માર્યો: ગુનો નોંધાયો
વાહનચોર ગેંગ સક્રિય: મોરબીમાંથી એક સિએનજી રિક્ષા અને ત્રણ બાઈકની ચોરી
SHARE
વાહનચોર ગેંગ સક્રિય: મોરબીમાંથી એક સિએનજી રિક્ષા અને ત્રણ બાઈકની ચોરી
મોરબીમાં વાહનચોર ગેંગ સક્રિય થઇ હોય તેવો ઘાટ સર્જાયો છે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટમાંથી એક સીએનજી રીક્ષાની ચોરી કરવામાં આવેલ છે તો મોરબી લાતી પ્લોટ વિસ્તારમાંથી એકી સાથે બે બાઇક અને રવાપર રોડ ઉપર આવેલ સોસાયટીમાંથી એક બાઇકની ચોરી કરવામાં આવેલી હોય આમ કુલ મળીને ચાર વાહનોની ચોરી થઈ હોવા અંગેની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ગામે ગ્રામ પંચાયતની પાછળ શુભ હાઈટમાં રહેતાં શૈલેષભાઈ જગજીવનભાઈ ગાંભવા (ઉંમર ૪૦) એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના લાતી પ્લોટ શેરી નં-૭ માં આવેલ નર્મદા એન્ટર પ્રાઇઝ સામે સામે તેણે પોતાનું બાઇક નંબર જીજે ૩ એએમ ૦૩૭૫ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની કોઈ અજાણ્યો છરી કરી છે તેવી જ રીતે ઘનશ્યામભાઈ નટવરલાલ પોપટએ પોતાનું બાઇક નંબર જીજે ૩ એસી ૪૧૭૯ ત્યાં પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી આ બનાવમાં શૈલેષભાઈની લઈને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર શેરી નં-૬ માં રહેતા ધીરુભાઈ દેવરાજભાઈ ભોરણીયા જાતે પટેલ (૫૭) એ પોતાના ઘર પાસે તેનું બાઇક નંબર જીજે ૩ સીએચ ૮૫૧૪ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ધીરુભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે અને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ શેરી નં-૪ માં રહેતા હાજીભાઇ કાસમભાઈ ખુરેશી જાતે મતવા (ઉંમર ૪૩) એ પોતાના ઘર પાસે તેની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૩૭૩૫ ને પાર્ક કરીને મૂકી હતી જે રિક્ષાને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને દોઢ લાખ રૂપિયાની કિંમતની સીએનજી રીક્ષાની ચોરી કરવામાં આવી હોવા અંગેની હાજીભાઇએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે વાહન ચોરીના જુદાજુદા ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે