વાહનચોર ગેંગ સક્રિય: મોરબીમાંથી એક સિએનજી રિક્ષા અને ત્રણ બાઈકની ચોરી
ટંકારાના સજનપર નજીક બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત
SHARE
ટંકારાના સજનપર નજીક બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત
ટંકારા તાલુકાના સજનપર ગામથી ધૂનડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બાઇક લઇને પસાર થતાં યુવાને બાઈકના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી યુવાનનું મોત નિપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ દાહોદના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના રહેવાસી અને હાલમાં તાલુકાના સજન પર ગામની સીમમાં સામતભાઈ ખાટરીયાની વાડી રહીને મજૂરીકામ કરતો અરજણભાઈ જેતાભાઇ ભુરીયા (ઉંમર ૧૯) બાઇક નં. જીજે ૩૬ એડી ૧૨૩૯ લઈને સજનપર ગામથી ધૂનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર દુઆ ફાર્મના ગેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર આવેલા વળાંકમાં તેણે પોતાના બાઈકના સ્ટેરિંગનો કાબૂ ગુમાવ્યો હતો જેથી બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો જેમાં અરજણભાઈ ભુરીયાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના મોટાભાઈ અજમલભાઈ જેતાભાઈ ભુરીયા (ઉંમર ૨૧) રહે. હાલ સજનપર ગામ સામતભાઈ ખાટરીયાની વાડી વાળાએ ટંકારા ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે