વાંકાનેરના જમાતખાના પાસેથી તને હવા છે કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE
વાંકાનેરના જમાતખાના પાસેથી તને હવા છે કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
વાંકાનેરમાં જમાતખાના પાસેથી યુવાન રિક્ષામાં બેસવા જતો હતો ત્યારે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને છરીનો એક ઘા હાથમાં ઝીકવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ હાલમાં ત્રણ શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના કુંભારપરામાં ભઠ્ઠી વિસ્તારની અંદર રહેતા મોસીનભાઈ સિકંદરભાઈ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૩) એ હાલમાં સાજીદભાઈ રૂસ્તમાભાઈ, રૂસ્તમાભાઈ, તેમજ ડાડલી રહે. બધા જ વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે જમાતખાના પાસેથી તે પરીક્ષામાં બેસવા માટે જતા હતા ત્યારે સાજીદભાઈ રૂસ્તમાભાઈ તેની પાસે આવ્યો હતો અને અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને તને હવા છે તેવું કહીને તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપી હતી અને પોતાના હાથમાં રહેલ છરી વડે તેને જમણા હાથની કોણી નીચેના ભાગમાં ઘા ઝીકયો હતો અને મોઢા ઉપર છરીનો ઊંધો ઘા માર્યો હતો તેમજ રૂસ્તમાભાઈએ તેની પાસે રહેલ લાકડી વડે તેને માર માર્યો હતો અને તેની સાથે રહેલ ડાડલીએ પણ તેને માર માર્યો હતો અને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મોસીન શાહમદારએ સારવાર લીધા બાદ હાલમાં ત્રણેય શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે