મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલથી તળાવીયા સનાળા જવાના રસ્તે ટેન્કર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













મોરબીના ઉંચી માંડલથી તળાવીયા સનાળા જવાના રસ્તે ટેન્કર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી નજીકના ઉંચી માંડલ ગામથી તળાવીયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર ટેન્કર ચાલકે યુવાનને અડફેટે લીધો હતો જેથી કોઇને ઇજા પામેલા યુવાનનું મોત નિપજતાં હતું અને હાલમાં મૃતક યુવાનના કાકાએ ટેન્કર ચાલકની સામે પણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ઉંચી માંડલ ગામથી તળાવીયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા જારકો સીરામીક કારખાનાના ગેટ પાસે શુક્રવારની રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પ્રદીપભાઈ જોગન વિશ્વકર્મા (૨૭) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે પાણીનું ટેન્કર નંબર જીજે ૧૨ વાય ૬૬૭૮ નાં ચાલક દેશમામદભાઇ અહેમદભાઈ કાજડીયા જાતે મિયાણા (ઉંમર ૩૩) રહે. કાજરડા વાળાએ તેને અડફેટે લીધો હતો જેથી કરીને યુવાનને પેટના ભાગે અને ડાબા હાથમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ટેન્કર ચાલકે પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને નાસી છુટ્યો હતો હાલમા મૃતક યુવાનના કાકા સંતોષ કમલાભાઇ વિશ્વકર્મા જાતે લુહાર (ઉંમર ૪૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News