મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામના શખ્સને પિસ્તોલ આપનારા એમપીના શખ્સની ધરપકડ


SHARE

















મોરબીના નાની વાવડી ગામના શખ્સને પિસ્તોલ આપનારા એમપીના શખ્સની ધરપકડ

મોરબીના નાની વાવડી ગામ પાસેથી પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો હતો જે ગુનામાં પોલીસે આરોપીને હથિયાર આપનારા એમપીના એક શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

મોરબી તાલુકાના નાની વાવડી ગામ પાસે આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતો શખ્સ થોડા દિવસો પહેલા પસાર થતો હતો ત્યારે પોલીસે તેને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની મેગ્જીન વાળી એક પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે આરોપી જગદીશભાઇ અમરશીભાઇ રૂપાલા (ઉમર ૪૪) વાળાની તે સમયે દેશી બનાવટની ૧૫,૦૦૦ ની કિંમતની પિસ્તોલ સાથે ધરપકડ કરેલ હતી અને આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ગુનાની તપાસ કરતાં હેડ કોન્સટેબલ નગીનદાસ નિમાવતે હાલમાં આરોપી જગદીશભાઇ અમરશીભાઇ રૂપાલાને પિસ્તોલ આપનારા અમિતકુમાર શ્રીગોપાલસિંહ કેલુત રહે.દાણિગેટ ચંદ્રશેખર આઝાદ માર્ગ ઉજજૈન એમપી વાળાની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં ગયા મહિને વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વ્યક્તિનું મોત નિપજયું હતું જે અંગે નોંધાયેલી ફરિયાદમાં હાલમાં તાલુકા પીએસઆઇ આઇ.એમ.અજમેરી દ્વારા નરેશ ચુનીલાલ સલાયા જાતે કોળી (૩૧) રહે.કુંભારપરા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આધેડ મહિલા સારવારમાં

જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલના વતની સારલીબેન ચકરૂખાભાઇ નીરાસી નામના ૬૭ વર્ષીય મહિલા પોતાના ઘર નજીક બહાર જવા માટે નીકળ્યા હતા ત્યારે શેરીમાં ગાયએ તેઓને ઢીક મારતા ઈજાગ્રસ્ત થયેલા સારલીબેન નીરાસીને સારવાર માટે મોરબી ખસેડાયા હતા




Latest News